આયોજન:રામસિંહ રાઠવાની દિલ્હીની ઓફિસમાં તિલકવાડાના જ્યોતિષના હસ્તે પુજન

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિજાતિ મંત્રાલયના TRIFED ના ચેરમેનનો પદભાર સાંભળ્યો

કેન્દ્ર સરકારના આદિજાતિ વિભાગના નેશનલ કૂપ લેબર ફેડરેશનના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમની નિમણૂંક થતા દિલ્હી ખાતે તેમને મોટી ઓફિસ અને કોઠી આપવામાં આવી છે. જ્યા રામસિંહ રાઠવા એ નર્મદા તિલકવાડા ના પ્રસિદ્ધ કથાકાર અને જ્યોતિષી વિરંચી પ્રસાદ શાસ્ત્રીએ દિલ્હી ખાતેની ઓફિસમાં પૂજા કરી શરૂઆત કરાવી, તેમના નિવાસ્થાને પણ પૂજા કરી પ્રવેશ કર્યો હતો.

હવે ગુજરાત રાજ્યને આદિવાસીઓના વિકાસ માટે વધુ એક હોદ્દેદાર મળ્યા છે ત્યારે દેશભરના આદિવાસી સમાજના વિકાસની કામગીરી હવે રામસિંહ રાઠવા નિભાવશે ભાજપના સિનિયર અને પાયાના કાર્યકર, અનુભવી આગેવાન એવા રામસિંહ રાઠવા છોટાઉદેપુર સાંસદ તરીકે છેલ્લા 40 થી 50 વર્ષથી જીતતા આવ્યા છે.આદિવાસી મોર્ચાના પ્રદેશ આધ્યક્ષ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ની પણ કામગીરી કરી છે. હાલ તેમને રાજસ્થાન ના પ્રભારી તરીકે ભાજપે નિયુક્ત કર્યા છે. ત્યારે આવા સિનિયર નેતા ને કેન્દ્રીય મંત્રી જેવો એક વધુ હોદ્દો આપીને સન્માન કર્યું કહેવાય.

અન્ય સમાચારો પણ છે...