કાર્યક્રમ:ગરુડેશ્વર રોશની પ્રાથમિક શાળામાં મહિલા સશક્તિકરણ અંગે કાર્યક્રમ

રાજપીપળા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માધ્યમિક શાળા અને કોલેજની છાત્રાઓ જોડાઈ

શ્રી નર્મદા ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રોશની પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા તથા મૈકલ કન્યા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગરૂડેશ્વરના પાટણગણમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ હેઠળ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જિલ્લા મહિલા અને બાળવિકાસ અધિકારી હસીનાબેન મંસુરી તથા તાલુકા મહિલા વિકાસ મોરચાના પ્રમુખ ભારતીબેન તડવીની અધ્યક્ષતા હેઠળ દિપ પ્રાગટ્ય તથા પ્રાર્થનાથી સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

આજે તમામ વિભાગોમાં મહિલાઓ કામ કરતી જોવા મળી રહી છે. આમ મહિલાઓ પહેલા કરતા હિંમત વાળી અને આત્મ નિર્ભર બની છે. પરંતુ કામકાજના સ્થળ પર જાતીય સતામણીના કિસ્સા પણ જોવા મળે છે ત્યારે આ જાગૃતિ કાર્યક્રમ દ્વારા મહિલાઓના હક અને અધિકારની માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને જીવનમાં ઉપયોગી વસ્તુઓ, મિત્રો અને ગુરુ કેવા હોય જે અંગે માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના સંચાલક વ્રજેશ શેઠ તથા રોશની પ્રાથમિક શાળાના આચાર્ય દિપક વસાવા તથા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય દિગ્વિજયસિંહ રાઠોડ તેમજ કોલેજના આચાર્ય ડો.અનિતાબેન પટેલ અને કોલેજના અધ્યાપક ગણનું યોગદાન વિશેષ રહ્યું હતું. અધિકારીઓના માર્ગદર્શન તથા શાળા, કોલેજના કર્મચારીઓના પ્રયાસથી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...