તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:નર્મદામાં દર કલાકે 10હજાર લિટર ઓક્સિજનનું ઉત્પાદન

રાજપીપલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજન સિલિન્ડર લાવવાની ઝંઝટમાંથી રાહત : કોવિડ હોસ્પિટલમાં વધુ 80 બેડને ઓક્સિજન અવિરત પૂરો પડાશે

કોવિડ- 19ની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સારવારમાં ઓક્સિજનની જરૂરીયાતવાળા દર્દીઓ માટે જિલ્લામાં પૂરતાં પ્રમાણમાં ઓક્સિજનની જથ્થા ઉપલબ્ધિ માટે નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદર અને જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ દ્વારા નર્મદા જિલ્લામાં કોરોના દર્દીઓની સારવાર માટે મહત્તમ ઓક્સિજનના જથ્થાની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સતત ચિંતિત અને પ્રયત્નશીલ રહ્યાં છે. તેમના અથાક પ્રયાસોના પરિણામ સ્વરૂપે CSR ફંડ હેઠળ વડોદરાની હેમાની એન્ટરપ્રાઇઝ કંપનીના સહયોગથી નર્મદા જિલ્લાની કોવિડ-19 હોસ્પિટલને મિની ઓક્સિજન પ્લાન્ટ ડોનેશનરૂપે પ્રાપ્ત થયો છે.

આ મીની ઓક્સિજન પ્લાન્ટ આજે ખૂલ્લો મુકીને તેને કાર્યરત કરાયો છે. જે દર કલાકે 10 હજાર લીટર ઓક્સિજન ઉત્પાદન કરી શકશે. જેથી બહાર થી બોટલો લાવવાની ઝંઝટ થી છુટકારો મળ્યો છે. સાથે ખાનગી હોસ્પિટલોને પણ સરળતાથી ઓક્સિજન મળી રહેશે.

રાજપીપલાની આયુર્વેદ કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ-19 હોસ્પિટલ ખાતે મિની ઓક્સિજન પ્લાન્ટના ઇન્સ્ટોલેશન માટેના તમામ પ્રકારની જરૂરીયાત મુજબની લાઇનો નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ મીની ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલ કરીને તેને કોવિડ-19 હોસપિટલના નોડલ ઓફિસર અને સિવિલ સર્જન ડૉ. જ્યોતિ ગુપ્તા, આર.એમ.ઓ. ડૉ. મનોહર મજીગાંવકર, ઓક્સિજન પ્લાન્ટની કામગીરી સાથે સંકળાયેલ નોડલ અધિકારી અને આરોગ્યના અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્લાન્ટ ખૂલ્લો મૂકવામાં આવ્યો છે.

હોસ્પિટલમાં વધુ 10 ICU બેડ ઊભા કરાતા અલાયદી વ્યવસ્થા
કોવિડ-19 ની અહીંની ખાતે 200 બેડની કરાયેલી વ્યવસ્થા અંતર્ગત વધુ 80 જેટલાં બેડને આ ઓક્સિજન પ્લાન્ટ મારફત ઓક્સિજનનો પુરવઠો ઉપલબ્ધ થશે. તદઉપરાંત હાલમાં વધુ 10 ICU બેડની પાત્રતા સંદર્ભે વધુ 10 ICU બેડની સુવિધા ઉભી થયેથી આ વધારાના 10 ICU બેડને પણ અલાયદી લાઇન દ્વારા ઓક્સિજનનો જથ્થો પૂરો પાડી શકાશે. આ પ્લાન્ટ દ્વારા દર કલાકે 10 હજાર લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરાશે.

અન્ય સમાચારો પણ છે...