તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંસદના બોલ:ખાનગીકરણથી આદિવાસીઓને નુકસાન, કેટલાક MLA અને MP ખાલી લેબલ લગાડવા વિધાનસભા-લોકસભામાં જાય છે: મનસુખ વસાવા

રાજપીપળા22 દિવસ પહેલા
  • રિઝર્વ સીટ પરથી ચૂંટાઈને પ્રોપર્ટી બનાવવામાંથી ઉંચા નથી આવતા અને સમાજનું કામ નથી કરતા એટલે દુઃખ થાય
  • માલ માલિદો ખાવો હોય ત્યારે આગળ અને સમાજનું કામ કરવું હોય તો પાછળ
  • ખોટા પ્રમાણપત્રો માટે કોંગ્રેસ અને ભાજપ અને બધી પાર્ટીના લોકો લોબિંગ ચલાવે છે
  • કરોડો રૂપિયા આદિવાસી માટે વપરાયા છે પણ લોકો સુધી પહોંચ્યા નથી
  • રાજપીપળા ટાઉન હોલ ખાતે યોજાયેલા આદિવાસી એકતા સંમેલનમાં મનસુખ વસાવા રાતા પાણીએ

રાજપીપળા ટાઉન હોલ ખાતે આદિવાસી એકતા સંમેલન યોજાયું હતું.જેમાં મનસુખ વસાવાએ પોતાના આદિવાસી સમાજને માત્ર સંગઠિત થવા અને પક્ષા પક્ષીથી દૂર રહી કોઈના પણ દબાણ નીચે ન આવી માત્ર સમાજના લોકોનું ઉથ્થાન થાય તેવા પ્રયત્નો કરવા જોઈએની હાકલ કરી હતી.

મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કેટલાક આદિવાસી ધારાસભ્યો અને સાંસદો ખાલી લેબેલ લગાડવા માટે લોકસભામાં જાય છે.લોકસભા કે વિધાનસભામાં કોઈ આદિવાસીનું સાંભળતું નથી.મનસુખ વસાવા સામાન્ય સીટ પરથી ચૂંટાય છે પણ માત્ર આદિવાસીની તરફેણ કરે છે એવું કેટલાક લોકો કહી રહ્યા છે.કરોડો રૂપિયા આદિવાસી માટે વપરાયા છે પણ લોકો સુધી પહોંચ્યા નથી.હજુ પણ કેટલાક ધારાસભ્યો અને સાંસદ સભ્યો બોલતા નથી, રીઝર્વ સીટ પરથી ચૂંટાય છે તો પણ પરિણામ લાવવું હશે તો આકરું બોલવું પડે અને હું બોલું જ છું.ખોટા પ્રમાણપત્રો માટે કોંગ્રેસ ભાજપ અને બધી પાર્ટીના લોકો લોબિંગ ચલાવે છે.

આદીવાસી નેતાઓને મનસુખ વસાવાએ કહ્યું હતું કે રિઝર્વ સીટ પર ચૂંટાયેલા છો તો સમાજના કાર્યક્રમમાં હાજર રહેવું જોઈએ.રિઝર્વ સીટ પરથી ચૂંટાઈને પ્રોપર્ટી બનાવવા માંથી ઉંચા નથી આવતા અને સમાજનું કામ નથી કરતા એટલે દુઃખ થાય છે.ખાનગીકરણ તરફ બધું જશે તો આદિવાસીઓને જ નુકસાન થશે.મનસુખ વસાવા માથે કફન બાંધીને ફરે છે પણ સત્ય જ બોલે છે.માલ માલિદો ખાવો હોય ત્યારે આગળ અને સમાજનું કામ કરવું હોય તો પાછળ.

(પ્રવીણ પટવારી, રાજપીપળા)