તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિવારણ:SOU સત્તા મંડળમાં સમાવિષ્ટ ગામોમાં વિકાસ કામોને પ્રાધાન્ય આપો : કલેક્ટર

રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન-સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક

નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના અધ્યક્ષ પણા હેઠળ જિલ્લા સંકલન-સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ જેમાં જન પ્રતિનિધિઓ એ પ્રજા લક્ષી વિકાસના કામો કરવાના કહ્યા હોય જેનો ઝડપથી નિકાલ કરવાની તાકીદ કરી હતીઆ સાથે બાકી પેન્શન કેસ, પ્રાથમિક તપાસ, ખાતાકીય તપાસ, ખાનગી અહેવાલ, રેકર્ડ વર્ગીકરણ, નાશ કરવાપાત્ર રેકર્ડનો નાશ કરવા, કચેરીઓના ઓડિટ-પારાનો નિકાલ કરવા, જુની પસ્તી, કંડમ વાહનોનો નિકાલ કરવા, યોજનાકીય લાભાર્થી શોધીને તેની યાદી તૈયાર કરવા વગેરે જેવી બાબતોમાં પણ ખાસ લક્ષ આપવા ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો.

અને ટિમ નર્મદા નો સારી કામગીરી માટે શુભેચ્છા આપી હતી. આ બેઠક માં જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ પી.ડી. પલસાણા, નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, નાયબ વન સંરક્ષક નિરજકુમાર અને પ્રતિક પંડયા, પ્રાંત અધિકારી અને દિપક બારીયા ઉપરાંત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...