રજુઆત:હરસિધ્ધિ માતા રોડ પર સરકારી જમીનનું દબાણ હટાવા રજુઆત

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદેસર કરાયેલું દબાણ હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

રાજપીપલા હરસિધ્ધિ માતા રોડ પર આવેલી સરકારી જમીન પર દબાણ દૂર કરવા રાજપીપળાના નાગરિક કમલેશ પટેલે જિલ્લા કલેક્ટરને લખિત રજુઆત કરી હતી. અને જો દબાણો દૂર કરવામાં નહીં આવેતો ઉગ્રઆંદોલનની ચીમકી આપી છે.રાજપીપળા નવાપરામાં રહેતા કમલેશ પટેલે જણાવ્યું હતું કે રાજપીપલા હરસિધ્ધિમાતાના મંદિરની સામે આવેલ બાલાપીર દરગાહની ટ્રસ્ટની જમીન આવેલ છે. તે ટ્રસ્ટીઓ એમની હદ છોડીને બીજી એમની જમીનને અડીને આવેલ સરકારી જમીન તથા બીજા ઘણા લોકોના સર્વે નંબર આવેલા છે. અને આ સરકારી જમીનમાંથી વર્ષો થી રાજપીપલાની ગટર લાઇનનું પાણી, વરસાદી પાણી જાય છે.

રાજપીપલા હરસિધ્ધિમાતાના તળાવનું પાણી પણ આ ગરનાળામાં થઇને જાય છે. આ જમીન સરકારે કોઇ સરકારી બાંધકામ કરવા માટે એકવાયર કરેલ છે. હાલમાં જે હરસિધ્ધિમાતાના મંદિર રોડ પર જે કેબીનો મુકવામાં આવે છે. તેની પાછળનું કોતેડું પાણી નિકળવાનો રસ્તો છે. આ જમીન આ બાલાપીર દરગાહ વાળા ખોટી માપણી કરીને બાંધકામ ચાલુ કરેલ છે. તેને તાત્કાલીક રોક્વા માટે ત્વરીત કાર્યવાહી કરવા રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...