સન્માન:આઝાદી અને બીજા વિશ્વ યુદ્ધમાં યોગદાન આપનાર મહારાણા રાજેન્દ્રસિંહજી ગોહિલની પોસ્ટ વિભાગે સ્ટેમ્પ ટિકિટ જાહેર કરી

રાજપીપલા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માય સ્ટેમ્પ તરીકે મહારાજાના હાલના પરિવારને પોસ્ટ વિભાગે ભેટ આપીને સન્માનિત કર્યા

ભારત દેશ આઝાદ થયાને 75 વર્ષ થતા કેન્દ્ર સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે આ વર્ષ ઉજવી રહી છે. એક સમયનું રજવાડી નાંદોદ સ્ટેટ જ્યાં ગોહિલ વંશના મહારાજાઓનું શાસન હતું આઝાદી પહેલાં અને વિશ્વ યુદ્ધમાં દેશભક્ત તરીકે કામગીરી કરનાર, આઝાદી પછી પણ ભારતને એક કરવામાં સિંહ ફાળો આપનાર રાજવી પરિવાર હંમેશા સન્માનીય છે.

બીજાવિશ્વ યુદ્ધમાં વિશેષ યોગદાન આપનાર રાજપીપળાના મહારાણા રાજેન્દ્રસિંહજી વિજયસિંહજી ગોહિલની સ્ટેમ્પ ટિકિટ બનાવીને પોસ્ટ વિભાગે જાહેર કરી માય સ્ટેમ્પ તરીકે જાહેર કરેલી ટિકિટ બનાવી મહારાજાના હાલના પરિવાર મહારાજા રઘુવીરસિંહ ગોહિલ અને મહારાણી રૂક્ષમણી દેવીને રાજવંત પેલેસમાં જઈને ભરૂચ પોસ્ટ વિભાગના સુપ્રિટેન્ડન્ટ આર.બી.ઠાકોર, રાજપીપલા પોસ્ટ માસ્ટર એચ.બી.વસાવા, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ યોગેશ સુથાર સહીત પોસ્ટ વિભાગની ટીમે કેન્દ્રીય પોસ્ટ વિભાગે જાહેર કરેલ સ્ટેમ્પ આપી સન્માનિત કર્યા હતા.

જેમના સન્માનમાં પોસ્ટની સ્ટેમ્પ બની છે એવા મહારાણા રાજેન્દ્રસિંહજી વિજયસિંહજી ગોહિલના ઇતિહાસ ની વાત કરીએ તો 109 વર્ષ પહેલા 30 માર્ચ 1912 માં નાંદોદ ન્યુ રાજપીપલાના છત્રવિલાસ પેલેસમાં રાજેન્દ્રસિંહજી મહારાજનો જન્મ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...