તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકમ:પોઇચા બ્રીજ વાહનો માટે ચાલુ જ રહેશે ચૂંટણી હોય બંધ રાખવા મંજૂરી ન મળી

રાજપીપળા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોઈચા રંગસેતુની કામગીરીને લઈે વાહનો માટે બંધ કરાશે. - Divya Bhaskar
પોઈચા રંગસેતુની કામગીરીને લઈે વાહનો માટે બંધ કરાશે.
  • નર્મદા-વડોદરા જીલ્લાને જોડતો બ્રિજ સમારકામ માટે બંધ કરવામાં આવનાર હતો

નર્મદા અને વડોદરા જિલ્લાને જોડતો નર્મદા નદી પર શ્રી રંગ સેતુ બ્રિજના ગત બ્રિજ 20 વર્ષ પહેલા બન્યો હતો. ભૂકંપ ને લઈને આ બ્રિજને નુકસાન થતા બ્રિજ ભારે વાહનો માટે તાત્કાલિક અસર થી બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે મુખ્ય કામ એક મહિનાનું હોય 17ફેબ્રુઆરીથી 17માર્ચ 21 સુધી બંધ રાખવા વડોદરા જિલ્લા નાયબ કાર્યપાલક ઇજનેરે સરકાર પાસે મંજૂરી માંગી હતી. સરકારે બ્રિજ સંપૂર્ણ બંધ રાખવા મનાઈ ફરમાવતો હુકમ કર્યો છે. જેથી ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બ્રીજ નાના વાહનો માટે ચાલુ જ રહેશે.

રંગ સેતુ બ્રિજને 7/11/2020 ના રોજ આવેલા હળવા ભૂકંપના આંચકાને લીધે નુકશાન થયું હતું.ત્યારથી આ બ્રિજ ભારે વાહનોમાટે બંધ કરાયો છે. હવે બ્રિજનું સમારકામ અંતિમ તબક્કામાં હોવાથી એક મહિના માટે સંપૂર્ણ બંધ રાખવાની તંત્રએ સરકાર પાસે મંજૂરી માંગી હતી જો કે એ અરજી હાલ પૂરતી ના મંજુર કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો