PMનો પ્રવાસ રદ:રાષ્ટ્રીય એકતા દિવસનો PM મોદીનો પ્રવાસ રદ: કેવડિયાના તમામ પ્રવાસન સ્થળો હવે ખુલ્લા રહેશે

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રધાનમંત્રી ઇટલી ખાતે યોજાનાર G 20 સમિટમાં હાજરી આપવા જવાના હોય કેવડિયા નહિ આવી શકે

31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે એવો કાર્યક્રમ નક્કી થયો હતો. ત્યારે હવે પ્રધાન મંત્રી નરેદ્ર મોદીને ઇટલી ખાતે G 20ની સમિટમાં જવાના હોય કેવડિયા તેઓ એકતા પરેડમાં આવી શકે તેમ નથી એટલે તેમની જગ્યાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ,ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ હાજર રહેશે.પ્રધાનમંત્રીની કેવડિયાના વિઝીટને લઈને કેવડિયામાં 5 દિવસ તમામ પ્રવાસન સ્થળો બંધ રાખવાનું SOU સત્તામંડળે જાહેર કર્યું છે. પરંતુ હવે આ નિર્ણય રદ કરી ને પ્રવાસન સ્થળો રાબેતા મુજબ ખુલ્લા રાખવા અને ઓનલાઇન ટિકિટ ના સ્લોટ ફરી ખોલી નાખવામાં આવ્યા છે.

દેવ દિવાળીએ પી.એમ મોદી કેવડિયા આવે તેવી શક્યતા
દેશમાં વારાણસી અને હરિદ્વારમાં ગંગા નદીના ઘાટ પર આરતી થાય છે. તેવી જ આરતી હવે નર્મદા ઘાટ પર થવાની છે. જેને લઇને દેવદિવાળીના દિવસે પીએમ મોદી કેવડિયા આવે તેવી શક્યતાઓ છે. જેમાં આખા દેશના 4 થી 5 હજાર બ્રાહ્મણોને શાસ્ત્રોક્ત વિધિ માટે કેવડિયા બોલાવવામાં આવશે અને સંગીત અને નૃત્ય સાથે આરતી કરવામાં આવશે. દેવ દિવાળીએ ભવ્ય કાર્યક્રમ યોજીને મોદી નર્મદા મૈયાની મહાઆરતી કરે તેવી શક્યતા છે.

SOU સત્તામંડળે એક દિવસ માં વિચાર બદલ્યો
souના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, કેવડિયામાં ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ અને અન્ય પ્રવાસી આકર્ષણો 28 ઓક્ટોબર, 2021થી 31 ઓક્ટોબર, 2021 સુધી ખુલ્લા રહેશે. જોકે, રાષ્ટ્રીય એકતા દિવસ-2021ની ઉજવણીને ધ્યાનમાં રાખીને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જોકે સવારે તેમની વોબસાઇડ પર 28 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી બંધ રહેવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...