નિવેદન:પાર્ટીમાં કામ ન કરતા હોય તેવા લોકોને કાઢી મુકવા જોઈએ : મનસુખ વસાવા

રાજપીપળા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા નદીને શુધ્ધ કરવા ભાજપ દ્વારા અભિયાન ચલાવવામાં આવશે

ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીના કેટલાક કાર્યકરો અને હોદેદારો સામે લાલ આંખ કરી આકરા શબ્દોમાં ઝાટકી નાખતા રાજપીપળા સરદાર ટાઉનહોલ ખાતે સન્નાટો છવાઈ ગયો હતો. જે લોકો પાર્ટીમાં કામ ન કરતા હોય એમને કાઢી મુકો, પાર્ટીમાં કામ ન કરનારાની નોંધ લેવા મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા સંગઠનને જાહેરમાં કહી દીધું હતું.

નર્મદા જિલ્લામાં ગુજરાત સરકારના મંત્રી પૂર્ણશ મોદીની યોજાનારી જન આશીર્વાદ યાત્રાના આયોજન સંદર્ભે રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે એક બેઠક મળી હતી, જેમાં ભાજપ સાંસદ મનસુખ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નીલ રાવ, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશા વસાવા, રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

સાંસદ મનસુખ વસાવા પાર્ટીના હોદેદારો અને કાર્યકરોની ફરિયાદો મળતા જાહેર બેઠકમાં સંઘઠનના હોદ્દેદારોને એમ જણાવી દીધું હતું કે જે લોકો પાર્ટીમાં કામ ન કરતા હોય તેમને પાર્ટીમાંથી કાઢી મુકવા જોઈએ ભલે એ મોટો ચમરબંધી કેમ ન હોય. નર્મદા નદીને શુધ્ધ કરવાનું કામ ભાજપના કાર્યકર્તાઓનું છે અને એના માટે અમે એક અભિયાન ચલાવવાના છે.

અન્ય સમાચારો પણ છે...