નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં કેટલાંક નિયંત્રણો મુકવામાં આવેલ જે હુકમથી સમગ્ર રાજ્યમાં 8 જાન્યુ 22 થી 15 જાન્યુ 22 સુધી નિયંત્રણો અમલમાં મુકવામાં આવેલ છે. જેનું નર્મદા જિલ્લામાં પાલન કરવાની આવશ્યકતાને લક્ષમાં લઇ નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એ.શાહે પણ જિલ્લાને લઈને એક જાહેરનામા દ્વારા કેટલાંક નિયંત્રણો લાદયાં છે. આ જાહેરનામું નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે.
જિલ્લા કલેક્ટરે જાહેર કરેલા જાહેરનામા પ્રમાણે જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહત્તમ 400 વ્યકિતઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50% વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. લગ્ન પ્રસંગે ખુલ્લામાં મહત્તમ 400 વ્યકિતઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50% વ્યક્તિઓની મર્યાદામાં એકત્રિત થઇ શકશે,લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે.
અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 100 વ્યક્તિઓની મંજુરી, પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટમાં નોન. એ.સી. બસ સેવાઓ 75% ક્ષમતા સાથેમહત્તમ 75% પેસેન્જઓર કેપેસીટીમાં ચાલુ રહેશે. તેવી જ રીતે, સિનેમા હૉલ બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે. જીમ સમાવેશ ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે. વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ ક્ષમતાના મહત્તમ 50% સાથે ચાલુ રાખી શકાશે, વાંચનાલયો બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.
ઑડિટોરિયમ, એસેમ્બલી હૉલ, મનોરંજક સ્થળો બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે, જાહેર બાગ-બગીચાઓ રાત્રિના 10 કલાક સુધી, ધો.9થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50% વિદ્યાર્થીઓ સાથે તેમજ શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.