તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:SOU ખાતે બનતા ઘાટ પર કામ કરતા કામદારોને પગારના વલખાં

રાજપીપળા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા ઘાટ બનાવતી એજન્સીએ કામદારોને 2 મહિનાથી પગાર નથી આપ્યો

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને લઈ જતી બસના ચાલકોએ અને વિયર ડેમ પર કામ કરતા કામદારોએ પણ પગાર ન ચૂકવાતો હોવા મુદ્દે તંત્રને રજુઆત કરી હતી.ત્યારે હવે ગોરા ખાતે બની રહેલા નર્મદા ઘાટ પર કામ કરતા કામદારોને પણ 2 મહિનાનો પગાર ન મળ્યો હોવાની ઘટના સામે આવી છે.નર્મદા જિલ્લા પંચાયતના કોંગ્રેસી સભ્યએ ગરુડેશ્વર તાલુકાના મામલતદારને આ મામલે લેખિત રજુઆત કરી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ગોરા ગામના નર્મદા ઘાટ ઉપર કામ કરતા કામદારોને કોન્ટાક્ટર અને ઠેકેદાર દ્વારા બે મહિનાનો પગાર ન ચૂકવતા ગરુડેશ્વર મામલતદારને રાજુઆત કરી છે.દેશ વિદેશથી સ્ટેચ્યુ સહિતના આકર્ષણો જોવા પ્રવાસીઓ આવી રહ્યા છે.

હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના નર્મદા નદી ઉપર ગોરા ગામ પાસે નર્મદા ઘાટ વિકસાવાઈ રહ્યો છે ત્યારે ત્યાં કામ કરતા કામદારો છેલ્લા બે મહિનાથી પગાર અપાયો નથી.કોરોના મહામારીમાં મોઘવારીએ કૂદકે ભૂસકે વધી રહી છે એવા સમયમાં કોન્ટાક્ટર અને ઠેકેદારે મજુરને મહેનતાણુ ચુકવેલ નથી તો આ બાબતે તત્કાલીક નિરાકરણ લાવવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...