તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પતેતી- જન્માષ્ટમીએ સોમવારે પ્રવાસીઓ SOU નિહાળી શકશે

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય દિવસોમાં સોમવારે તમામ પ્રોજેક્ટ બંધ રાખવામાં આવે છે

સ્ટેચ્યુ ઓફ યુનીટી પર હાલ રજાઓમાં સૌથી વધુ ભીડ જોવા મળી રહી છે. ત્યારે SOU સત્તામંડળ દ્વારા આગામી 16 ઓગષ્ટ 21 ના રોજ પતેતી ની જાહેર રજા હોય અને સોમવાર આવતો હોય, એવીજ રીતે 30 ઓગષ્ટ 21 ના રક્ષાબંધનની જાહેર રજા છે અને તે દિવસે સોમવાર છે એટલે જે સોમવારના રોજ સાપ્તાહિક અવકાશને મોકુફ રાખીને પતેતી અને જન્માષ્ટમી પર્વે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરીને પ્રવેશ આપવાનો નિર્ણય SOUADTGA તરફથી લેવામાં આવ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રોજેક્ટ હવે તેના બદલે 17 અને 31 ઓગષ્ટ ના મંગળવારનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટ પર જાહેર રજા રહેશે.સંપૂર્ણ બંધ રહેશે.તંત્ર દ્વારા તમામ પ્રવાસીય સ્થળોની ટીકિટ મેળવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અધિકૃત વેબસાઇટ www.soutickets.in અને એન્ડ્રોઇડ એપ્લીકેશન statue of unity tickets (official)નો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે અને કોઇ પણ પ્રકારની પુછપરછ માટે અમારા ટોલ ફ્રી નંબર –18002336600નો સંપર્ક કરી માહિતી મેળવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...