તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:નર્મદામાં પંચાયતો ચુંટણીનો ધમધમાટ: BTPનાં ગઠબંધન બાદ ભાજપ-કોંગ્રેસની સીધી ટક્કર

રાજપીપળા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આદિવાસીઓના હિતમાં ઈકો સેન્સિટિવ ઝોન અહિયાથી હટાવવા પડશે: સાંસદ

નર્મદા જિલ્લામાં તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણી જીતવા નવનિયુક્ત ભાજપ સંગઠન ડેમેજ કન્ટ્રોલમાં લાગી ગયું છે.થોડોક સમય પેહલા નર્મદા જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યને તથા BTPના કાર્યકરોનો ભાજપ ભાજપ પ્રવેશ કરાવ્યો છે. નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપને જો બહુમતી મળે તો એ બેઠકમાં આવતી તાલુકા પંચાયતની સીટો પણ ભાજપના ખાતામાં આવી જાય.એટલે જ ભાજપ સંગઠન કોંગ્રેસ-બિટીપીના જીતેલા જિલ્લા પંચાયત સભ્યોને તોડવાના પ્રયત્નો કરી રહ્યુ છે.

ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે આ વખતે કોઈ ગઠબંધન કામ નહીં કરે, ગુજરાત સરકારે વિકાસ માટે જે ગ્રાન્ટ આપી એનાથી વિપક્ષે તકલાદી કામ કર્યું છે, જરૂરિયાતના કોઈ કામ કર્યા જ નથી, વિકાસના નામે માત્ર મીંડું જ છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદામાં ભાજપની અગાઉ બહુમતી હતી,

કોંગ્રેસ-બિટીપીએ લોકોને ગુમરાહ કરી સત્તા મેળવી, એમના શાસનમાં ભ્રષ્ટાચાર થયો છે.પ્રજાને કનગડત ન થાય એ માટે ઈકો સેન્સિટિવ ઝોન હળવો કરવા સરકારમાં રજુઆત કરીશું, એ કાયદો આદિવાસીઓ સ્વીકારવા તૈયાર નથી હું પણ માનું છું કે ઈકો સેન્સિટિવ ઝોન હોવો જ ન જોઈએ.આદિવાસીઓનો વિકાસ કરવો હશે તો અભયારણ્ય અને ઈકો સેન્સિટિવ ઝોન હટાવવા પડશે.

ઈકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો શાસક પક્ષને નડશે
અમે કોઈ જ ભ્રષ્ટાચાર કર્યો નથી, જો એમની પાસે પુરાવાઓ હોય તો રજૂ કરે.આ વખતની ચૂંટણી જીતવાનો અમારો વ્યૂહ એવો છે કે અમે કોઈનો પણ ટેકો નહીં લઈએ. ઈકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો શાસક પક્ષને નડશે.- પી.ડી.વસાવા, નાંદોદના કોંગ્રેસી ધારાસભ્ય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો