તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:નર્મદામાં વેકેશન દરમિયાન કોરોના સર્વેની કામગીરીથી શિક્ષકોમાં રોષ

રાજપીપળા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તંત્ર દ્વારા લેખિત હુકમ વિના જ પ્રાથમિક શિક્ષકો પર કામગીરી થોપી દેવામાં આવી

ગુજરાત સરકારે હાલમાં જ શાળાઓમાં ઉનાળુ વેકેશનની જાહેરાત કરી છે, તો બીજી બાજુ ચાલુ વેકેશનમાં કોઈ પણ લેખિત હુકમ વિના નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને ડોર ટુ ડોર કોરોના સર્વેની કામગીરી સોંપવા સામે રોષ ફેલાયો છે.નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે એની સાથે સાથે મૃત્યુ આંક પણ એટલો જ વધી રહ્યો છે.જેથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં કોવિડ કેર સેન્ટરો ઉભા કરાયા છે એની સંપૂર્ણ જવાબદારીઓ પણ પ્રાથમિક શિક્ષકોના માથે નાખી દીધી છે.

તો બીજી બાજુ દરેક શિક્ષકોએ કોઈ પણ લેખિત હુકમ વિના આરોગ્ય કર્મીઓને સાથે રાખી પોતાના વિસ્તારમાં કોરોનાની ડોર ટુ ડોર સર્વેની કામગીરી થોપી દેવાઈ છે.ચાલુ વેકેશનમાં સોંપાયેલી આ કામગીરીનું શિક્ષકને કોઈ ભથ્થુ મળશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે.તે છતાં નર્મદા જિલ્લામાં કોઈ પણ જાતના વ્યક્તિગત હુકમ વિના હાલ શિક્ષકો ડોર -ટૂ -ડોર સર્વે કરી રહયા છે.

શાળાઓમાં કોવિડ કેર સેન્ટરો ઉભા તો કરાયા પણ દર્દીઓની દેખભાળ કોણ રાખશે, દર્દીને કશું થાય તો એનો જવાબદારી કોણ, શું શિક્ષકોએ રાત દિવસ દર્દીને જોયા કરવાનુ, તેની દવા-ટેમ્પરેચર-ઓક્સિજન વારંવાર માપવા જતા શિક્ષકને અને એના પરિવારને કોરોના થયો તો એનો જવાબદાર કોણ સહીત અનેક પ્રશ્નો શિક્ષકોમાં ઉઠી રહ્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે જો કોઈ લેખિત હુકમ ન હોય તો સરકારી મળવા પાત્ર સહાય પણ મળે નહીં.રોજ રોજ સર્વે માટે આવવુ નહિ એમ કહી શિક્ષકોને લોકો અપમાનિત કરતા હોવાની બાબતો પણ સામે આવી છે, કેટલાક લોકો તો શિક્ષકોને જોઈ બારણાં પણ બંધ કરી દેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો