તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત પ્રદેશ ખાતે યોજાયેલી પાર્લામેન્ટરી બોર્ડમાં નકકી થયેલ રણનીતિ મુજબ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે એવી જાહેરાત કરી કે 60 વર્ષથી ઉપરની ઉંમરના, 3 ટર્મ ચૂંટણી લડી ચૂકેલા તથા ભાજપ આગેવાનોના સગા-સબંધીઓને ટીકીટ નહિ આપવાનો પાર્લમેન્ટ્રી બોર્ડમાં નિર્ણય લેવાયો છે.
ભાજપના આ નિર્ણયથી નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું ચિત્ર બદલાઈ શકે એમ છે.બીજી બાજુ આ નિર્ણય સામે નર્મદામાં સ્થાનિક નેતાઓ માં ગર્ભિત રોષ પણ જોવા મળી રહ્યો છે.પણ વીરોધ કરે કોણ જોકે આ નિયમ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં જ રહેશે કે વિધાનસભા, લોકસભામાં પણ આ લાગુ પડશે તો કેટલાય દિગ્ગજ નેતાઓ કપાય જોવું રહ્યું.
નર્મદા જિલ્લાના દિગગજ નેતાઓ ભાજપના આ નવા ચૂંટણી માપદંડમાં આવી જાય છે.નર્મદા જિલ્લા પંચાયત વિપક્ષ નેતા કિરણ વસાવા 3 વખત ચૂંટણી લડ્યા 2 વખત જીત્યા અને પાછા તેઓ નાંદોદના પૂર્વ ધારાસભ્ય અને રાષ્ટ્રીય આદિજાતિ આયોગના ડિરેકટર હર્ષદ વસાવાના સગા સાળા થાય છે.
સાંસદ મનસુખ વસાવાની પુત્રી પ્રીતિબેન વસાવાએ આમલેથા જિલ્લા પંચાયત અને વડીયા તાલુકા પંચાયતની ટીકીટ માંગી છે.રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ દશાંદી અને જીગીશા બેન ભટ્ટ 3 ટર્મથી ચૂંટણી લડે છે જીતે પણ છે.અનેક કનેક્શન નેતાઓ સાથે અડતા હોય. તમામ પાર્ટીની નવી પોલિસી બદલવાની માંગ કરી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.