તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને વેક્સિન ફરજિયાત લેવા ફરમાન

રાજપીપળા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષકોએ મોટે ભાગે છાત્રો સાથે કામ કરવાનું હોય છે : DPEO

નર્મદા જિલ્લામાં જિલ્લા પોલીસ વડાથી લઈ મોટાભાગના ઉચ્ચ અધિકારીઓએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. ત્યારે જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને વેક્સિન ફરજીયાત લેવાનું ફરમાન કરતો એક પરિપત્ર તંત્રએ બહાર પાડ્યો છે. પ્રાથમિક શિક્ષકોએ અલગ અલગ સમયે ગ્રુપ મુજબ વેક્સિન લેવાની સૂચના પ્રાથમિક શિક્ષણાધિકારીએ આપી છે. પરિપત્રમાં શિક્ષકોએ કોરોના વેકસીન લેવી ફરજીયાત હોવાનું દર્શાવવામાં આવતા શિક્ષકોમાં કચવાટ ફેલાયો છે. નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શિક્ષકોને કોરોના વેકસીનેસન બાબતે આદેશ આપતા જણાવ્યું છે કે પ્રાથમિક શાળાના શિક્ષકોએ મોટેભાગે વિદ્યાર્થીઓ સાથે જ કામ કરવાનું હોય છે.

જો કોઈ પણ શિક્ષક આ રસિકરણ કાર્યક્રમમાં હાજર રહેતા નથી અથવા તો કોરોના વેકસીન લીધી ન હોય, અને જો ત્યાર બાદ કોઈ પણ વિદ્યાર્થી કોરોના વાયરસથી સંક્રમિત થશે તો એની તમામ જવાબદારી જે તે શિક્ષકની રહેશે.જેણે રસી ન લેવી હોય એ શિક્ષકે સ્વૈચ્છીક ના મંજૂરીનું એક પ્રમાણપત્ર પણ લખીને આપવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો