તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:નર્મદામાં RT-PCR ટેસ્ટ કરાયેલા લોકો જ બની રહ્યા છે સુપર સ્પ્રેડર

રાજપીપળા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • જિલ્લામાં લેબ કયા કારણોસર લેબ શરૂ કરાતી નથી તેવા પ્રશ્નો

નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના RT-PCR ટેસ્ટ માટે અલગ અલગ જગ્યાએ સેમ્પલો લેવામાં આવે છે.અહીંયાંથી સેમ્પલ ટેંસ્ટિંગ માટે વડોદરા કે સુરત મોકલાય છે, રિઝલ્ટ આવતા 3-4 દિવસ નીકળી જાય છે.આ સમયગાળા દરમિયાન RT-PCR ટેસ્ટ કરાવેલા વ્યક્તિઓ બજારમાં બિન્ધાસ્ત નિર્ભય પણે ફરી રહ્યા હોય છે.હવે જ્યારે 3-4 દિવસમાં જેનો રિપોર્ટ પોઝિટિવ આવે ત્યાં સુધીમાં તો એ વ્યક્તિઓએ કેટલાયે લોકોને સંક્રમિત કરી દીધા હોય છે.એટલે જો નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટાડવું હોય તો રાજપીપળામાં જ RT-PCR લેબોરેટરી વહેલી તકે શરૂ કરવી જોઈએ.

નર્મદા જિલ્લા પ્રભારીમંત્રી અને રાજ્યકક્ષા મંત્રી બચુભાઈ ખાબડને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું આવતીકાલથી લેબ ચાલુ થઈ જશે પણ એ આવતીકાલ ક્યારે આવશે તેની નર્મદા જિલ્લાના લોકો રાહ જોઇને બેઠા છે.પ્રભારીમંત્રીને પણ નર્મદા જિલ્લાનું તંત્ર જેટલું પાણી પીવડાવે તેટલું જ પાણી પીવે છે એમને પણ ખબર નથી કે ક્યારે લેબ શરૂ કરવામાં આવશે.જો કે લેબનો સમાન આવીને પડ્યો છે, રૂમ પણ બનાવી દેવામાં આવ્યો છે, પણ કયા કારણોસર લેબ શરૂ કરવામાં નથી આવતી એ પ્રશ્ન ઉઠી રહ્યા છે.શુ રાજપીપળામાં RT-PCR લેબ ચાલુ ન કરવા પાછળ કોઈ અધિકારીને લાભ થતો હશે કે પછી અન્ય શહેરોના લેબ સંચાલક સાથે સાંઠ ગાંઠ હશે સહિત અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો