પાણીની આવક:કરજણ ડેમના માત્ર 4 ગેટ ખોલી ખતરો ટાળી શકાત, ગ્રામજનોની વેદના : કાયમી અધિકારી આપવા માગ

રાજપીપળા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેમના 9 ગેટ ખોલી 1.50 લાખ ક્યૂસેક પાણી છોડાતાં નદીકાંઠાના ગામોમાં 500 એકર જમીનમાં નુકશાન થયું હતું

નર્મદામાં આવેલ કરજણ ડેમમાં 1.61 લાખ ક્યૂસેક પાણીની આવક થતા ડેમના 9 ગેટ ખોલતા 1.54 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. આટલી મોટી માત્રામાં એક સાથે પાણી છોડવાના કારણે રજવાડી રાજપીપળા ઓવારાનું ધોવાણ થયું હતું ઉપરાંત તેની પાસે બનેલ નવા પુલને નુકશાન થતા વાહનવ્યવહાર બંધ થયો છે.

રાજપીપળા કરજણ નદી કિનારે આવેલ ભદામ, હાજરપરા, ભચરવાળા, ભુછાડ, તોરણા અને રૂંઢ જેટલા ગામોની 500 એકરથી વધુ જમીનોનું ધોવાણ થયું હતું. દર વર્ષે સર્વે પણ થતો છતા કોઈ વખતે 9 દરવાજા ખોલવાની નોબત નહોતી આવી. હાલ 1.60 લાખ ક્યૂસેક પાણીની આવકમાં 9 ગેટ ખોલી 1.50.લાખ ક્યૂસેક પાણી છોડાયું હતું. જો 4 ગેટ પણ ખોલ્યા હોત તો 50 હજાર ક્યુસેક પાણી છોડત તો કોઈ નુકસાની ના થાત તેવી વેદના ગ્રામજનોએ સાંસદ મનસુખ વસાવાને કરી હતી.

તંત્ર દ્વારા ખેડૂતોને કોઇપણ જાણ કરાઇ ન હતી
કરજણ ડેમના 9 ગેટ ખોલી એકસાથે 1.50 લાખ ક્યૂસેક પાણી છોડાતાં અમારા ખેતરોને નુકશાન થયું છે. જો, માત્ર 4 ગેટ ખોલી તબક્કાવાર પાણી છોડાયું હોત તો કોઇ સમસ્યા સર્જાઇ ન હોત. > ચંદ્રકાંત કાછીયા,ખેડૂત.

સક્ષમ અધિકારી વિના ડેમ નોંધારો બન્યો
કરજણ ડેમના કાર્યપલક ઈજનેર હાલ ડેમ પર રેગ્યુલર છે. જ્યારે બીજા ઇજનેરો વડોદરાથી અપડાઉન કરે છે. એટલે રાત્રે ઘરે જતા રહે તો રાત્રીના ફ્લડ આવે તો નિર્ણય લેવો મુશ્કેલ બની જાય છે. ત્યારે કરજણ ડેમ ખાતે કાયમી અધિકારી રાખવામાં આવે તેવી માગ ગ્રામજનોએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...