તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:SOUના રૂા.5.24 કરોડના કૌભાંડમાં એજન્સીના વધુ એક કર્મીની ધરપકડ

રાજપીપળા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફાઈલ તસવીર - Divya Bhaskar
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફાઈલ તસવીર
  • અગાઉ વડોદરાથી 3 કર્મી ઝડપાયા હતા, હજી અન્ય કર્મી ભૂગર્ભમાં

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવેશ ફી તેમજ પાર્કિંગ સહિતની 16 મહિનાના નાણાં બેંકમાં જમા નહિં કરી એજન્સીએ રૂા.5.24 કરોડની ઉચાપત કેસમાં પોલીસે વધુ એક કર્મચારી નિમેષ પંડ્યાની ધરપકડ કરતાં અત્યાર સુધીમાં 4 શખ્સોની ધરપકડ કરાઈ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવતા પ્રવાસીઓ પાસેથી લેવાતી પ્રવેશ ફીની રકમ વસૂલાત અને બેન્કમાં જમા કરવાની કામગીરી ઈસેક એજન્સીને સોંપી હતી. તેના નાણાં ભેગા કરી એચડીએફસી બેંકમાં ભરપાઈ કરવાની જવાબદારી રાઈટર બિઝનેસ સર્વિસિંગ પ્રાઈવેટ લિમિટેડને સોંપી હતી. આ કામગીરી દરમિયાન રાઈટર કંપનીના કેટલાક કર્મીઓએ એચડીએફસી બેંકમાં SOUના ખાતામાં નાણાં જમા ન કરાવી રૂા.5.24 ઉચાપત કર્યાના કૌભાંડનું ઓડિટરના ધ્યાને આવ્યું હતું. 5 દિવસ અગાઉ કેવડીયા પોલીસમાં એચડીએફસી બેંકના મેનેજર ફરિયાદ નોંધાવી હતી. જેમાં નર્મદા પોલીસે તાજેતરમાં વડોદરાના સુભાનપુરા, કોયલી વિસ્તારમાં તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. પરંતુ આરોપીઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા.દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે રાઈટરના અધિકારી આશિષ જોશી, જયરાજ, ભાવેશ પરમાર ધરપકડ કરી હતી. રવિવારે રાત્રે વડોદરાના ગોરવા લક્ષ્મીપુરા વિસ્તારના નિમેષ પંડ્યાની ધરપકડ કરતા અત્યારસુધી 4 કર્મીઓની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો