ઉજવણી:PMના જન્મ દિવસે નોંધારાનો આધાર પ્રોજેક્ટ કાર્યરત થશે

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મ દિવસની નર્મદા જિલ્લામાં અનોખી રીતે ઉજવણી કરાશે

આજે 17 સપ્ટેબર પ્રધાન મંત્રી નરેદ્ર મોદીના 71માં જન્મ દિનને યાદગાર બનાવવા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર પણ જોડાયું છે. જેમાં રાજપીપળા વિસ્તારમાં જે નોધારા છે તેમનો સહારો બની તેમની સ્વચ્છતા અને સ્વાસ્થની કાળજી રાખી એક માનવતા મહેકી ઉઠે એવો કાર્યક્રમ યોજાશે.

નર્મદા જિલ્લાના પદાધિકારીઓ, સામાજિક સેવાભાવી સંસ્થાઓ, જિલ્લાના અગ્રણીઓ અને વ્યક્તિગત રીતે પ્રજાજનોના સહયોગથી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અમલી “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ અંતર્ગત 84 જેટલા લાભાર્થીઓ માટે 17મીના રોજ રાજપીપળામાં સરદાર ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી, રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ અને જિલ્લા વહિવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે NGO, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ,વગેરેની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લામાં “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ અંતર્ગત નોંધાયેલા લાભાર્થીઓ પૈકી માનસિક અને શારીરિક રીતે દિવ્યાંગ સહિતના લાભાર્થીઓને સરદાર ટાઉન હોલ સંકુલમાં અને નટરાજ પાન સેન્ટર પાસેના “પે એન્ડ યુઝ” સેન્ટર ખાતે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા દાઢી અને વાળ કપાવવા તેમજ સ્નાન કરાવવાની વ્યવસ્થા કરાઈ છે. તે અંતર્ગત આવા લાભાર્થીઓની દાઢી-વાળ કપાવવાની સાથે તેમને સ્નાન કરાવાશે. ત્યારબાદ “નોંધારાનો આધાર” પ્રોજેક્ટના લાભાર્થીઓ માટે મેડિકલ ચેક-અપ યોજાશે.

જેમાં જરૂરી આરોગ્ય તપાસ અને સારવાર તેમજ તેમના કોવિડ ટેસ્ટ કરાવાશે. તદ્ઉપરાંત કોવિડ વેક્સિનેશન અંતર્ગત આ લાભાર્થીઓને વેક્સિનનો જરૂરિયાત મુજબનો પ્રથમ અને બીજો ડોઝ અપાશે. ત્યારબાદ “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ હેઠળના લાભાર્થીઓને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વિવિધ સરકારી યોજનાઓના અપાયેલા લાભોના એસેસમેન્ટની કામગીરી કરાશે અને લાભોથી વંચિત રહેલા બાકી લાભાર્થીઓને જે તે લાભો મળી રહે તે અંગે સ્થળ પર જરૂરી કાર્યવાહી હાથ ધરાશે. ત્યારબાદ સવારના 10 કલાક થી રેડક્રોસ સોસાયટી અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રક્તદાન શિબિર યોજાશે.

અન્ય સમાચારો પણ છે...