ફરિયાદ:જૂના વીડિયો વાઈરલ કરી નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખને બદનામ કરવાનો કારસો

રાજપીપળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપના નેતાનો જૂનો વિડિયો વાઈરલ - Divya Bhaskar
ભાજપના નેતાનો જૂનો વિડિયો વાઈરલ
  • નર્મદા જિલ્લામાં વર્ષ 2016નો જૂનો વીડિયો વાયરલ કરી આગેવાનોને બદનામ કનારા વિરૂદ્ધ ગુનો નોંધાયો

નર્મદા જિલ્લાના વિવિધ વોટ્સએપ ગ્રુપો માં એક વિડિઓ અપલોડ કરી જેમાં દારૂના નસામાં નાચતા હોય એવા ભાજપના હોદેદારોને બતાવી ખોટી ટિપ્પણીઓ આક્ષેપો કરી પોસ્ટ કરતા જિલ્લાના રાજકારણ માં ગરમાવો ફેલાયો છે. 2016 નો જૂનો વીડિયો અપલોડ કરી ખોટી ટિપ્પણી કરનાર શખ્શો વિરુદ્ધ જિલ્લા ભાજપ મહામંત્રીએ રાજપીપલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ નિયુક્ત થતા જેમણે જિલ્લા સંઘઠનમાં પણ ફેરફારો કર્યા છે ત્યારે એ બાબત ની ઉજવણી દર્શાવી જૂન 2016 નો એક જૂનો વિડિઓ કેટલાક શખ્સોએ સોસીયલ મીડિયા પર અપલોડ કરી આ ભાજપના હોદેદારો નશાની હાલત માં નાચતા હોય એવી ટિપ્પણી કરી છે. સાથે રાજ્ય સરકારની દારૂબંધીના નિયમની પણ ટીકા કરી છે, કોવીડ 19 ની પણ કાળજી લેવાઈ નથી એવી ટીકાઓ ખોટી કરી છે. ત્યારે જૂનો વિડીયોને ખરાઈ કાર્યા વગર બદનામ બદનામ કરવાના ઇરાદે આ હીન કૃત્ય જાણીજોઈને કર્યું હોય એવા આક્ષેપ સાથે ભાજપ મહામંત્રી નીલ રાવ સાથે આગેવાનોએ રાજપીપલા પોલીસ સ્ટેશને પુરાવા રજુ કરી ફરિયાદ નોંધાવી હતી.

ખોટી ટિપ્પણીઓ કરવામાં આવી છે, જેે તદ્દન ખોટી અને ગેરવ્યાજબી છે
સોસીયલ મીડિયા પર જે વિડીયો અપલોડ કરી જે ખોટી ટિપ્પણીઓ કરવામાં આવી છે તે તદ્દન ખોટી અને ગેરવ્યાજબી છે. આ વિડિઓ જૂન 2016માં કારવણ પ્રશિક્ષણ શિબિરમાં હાજર રહેનાર હોદેદારોનો છે. અમારા વડીલ દિશેનભાઈએ વર્ગ પૂર્ણ થયા બાદ રિલેક્ષ માટે મનોરંજન કરતા હતા એકદમ સાત્વિક જેમાં જયઘોષ પણ કર્યો હતો. અને 4 વર્ષ પહેલા કોવીડ-19 હતો નહિ એટલે આ બદનામ કરવાના આશયથી પોસ્ટ મૂકી છે. - નીલ રાવ, જિલ્લા ભાજપ મહામંત્રી

અન્ય સમાચારો પણ છે...