તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:નર્મદામાં ઓફલાઈન શિક્ષણ બંધ, ફળિયામાં જઈને 7000 બાળકોનો ‘પ્રવેશોત્સવ’ કરાવ્યો

રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નર્મદા જિલ્લામાં ધો-1માં પ્રવેશ મેળવેલા બાળકોનું શિક્ષકો દ્વારા ફળિયામાં જઈને અનોખી રીતે પ્રવેશોત્સવ કરાવાઈ રહ્યો છે. - Divya Bhaskar
નર્મદા જિલ્લામાં ધો-1માં પ્રવેશ મેળવેલા બાળકોનું શિક્ષકો દ્વારા ફળિયામાં જઈને અનોખી રીતે પ્રવેશોત્સવ કરાવાઈ રહ્યો છે.
  • બાળકો પાસે જઈને શિક્ષકો નોટો, પુસ્તકો, માસ્ક આપી રહ્યાં છે
  • શિક્ષકો બાળકોને એક મહિનો મહત્વના મુદ્દાઓનું રિવિઝન કરાવશે

જૂન મહિનો આવે એટલે શાળાઓ ખુલતા જ શાળા પ્રવેશોત્સવ નો ધમધમાટ ગામે ગામ જોવા મળે પરંતુ કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારે દરવર્ષે થતા પ્રવેશોત્સવ રદ કરી બાળકોના પ્રવેશને લઈને જરૂરી કામગીરી કરવાની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને સોંપવામાં આવી. વાત નર્મદા જિલ્લાની કરીએ તો એસ્પિરેશનલ ડિસ્ટિક એવા નર્મદા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણમાં સુધારો જોવા મળે છે જેની પાછળ શિક્ષણ વિભાગ અને શિક્ષકોની મહેનત છે.

રાજ્યમાં અન્ય કોઈ જિલ્લાઓ માં પ્રવેશોત્સવ થાય કે નાથ પણ આ ઉત્સવને નર્મદા ના શિક્ષકો સાદગીથી ઉજવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં આશરે 7580 જેટલા બાળકો ધોરણ 1 માં પ્રવેશ મેળવવા છે જેમાં આંગણવાડી માંથી આવતા નામો અને શિક્ષકો ઘરે ઘરે જઈને શોધતા પાંચ તાલુકાઓમાં આ વર્ષે 7580 બાળકો પ્રવેશ મેળવશે જોકે આ બાળકો શાળામાં ભણે છે. શિક્ષકો ઘરે આવીને ભણાવે છે એવો માહોલ કરવા પોતાની રીતે દાતાઓ શોધી પુસ્તકો, નોટબોક, સ્લેટ પેન, સ્કૂલ બેગ માસ્ક સૅનેટાઇઝર સહીત વસ્તુઓ ઘરે જઈને તેમને શિક્ષકો અપાતા હોય છે.

આમ આ વર્ષે નર્મદા માં અનોખો પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે. નાંદોદ તાલુકાના બોરિદ્રા ગામે મુખ્ય શિક્ષક અનિલ મકવાણા ના પ્રયાસોથી ફળિયે ફળિયે ફરીને ફરીને દાતાઓ મહેન્દ્રભાઈ પ્રજાપતિ, ડો.મહાજન, સુખાભાઈ વસવા, સુનીતાબેન ચૌધરી સહિતના સહયોગ થી ધોરણ.1.ના બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી.560 નોટબુકો અને કન્યાઓને 400 નંગ સનેટરીપેડ આપવામા આપવામા આવ્યા.150 નંગ માસ્ક આપ્યા.આવી રીતે જિલ્લામાં મોટાભાગની શાળાઓ દ્વારા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો.

હાલમાં હોમ લર્નિંગ, ઓનલાઇન ટીચિંગ કરાવી જૂના વર્ષનું રિવિઝન કરાવાય છે
આ વર્ષે 7000 થી વધુ બાળકો ધોરણ 1 માં પ્રવેશ મેળવશે પણ કોઈ પ્રવેશોત્સવનો જાહેર કાર્યક્રમ કરવામાં નથી આવ્યો. પરંતુ હોમ લર્નિગ, ઓનલાઇન ટીચિંગ કરાવવામાં આવે આ સાથે પ્રથમ એક મહિનો 10 જુલાઈ સુધી બ્રીજ કોર્ષ કરવામાં आઆવશે. રીવીઝન કરાવવામાં આવશે કે ઓનલાઇન શિક્ષણમાં 2 ધોરણ માંથી 3 ધોરણ માં આવે ત્યારે ત્રીજા ધોરણમાં જે મહત્વના મુદ્દા હોય તે ધોરણ 2 ના મુદ્દાઓનું રીવીઝન કરાવવાનું. આમ જિલ્લા શિક્ષણાધિકારી સાહેબના નેતૃત્વમાં નર્મદામાં શિક્ષણની ખુબ સારી કામગીરી ચાલી રહી છે.> સચિન શાહ,APEO, નર્મદા.

અન્ય સમાચારો પણ છે...