ફરિયાદ:પિયરમાંથી 10 તોલા સોનું લાવવા દબાણ કરતા સાસરિયા સામે ગુનો

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપળાની યુવતીને સુરતના સાસરિયા દ્વારા દહેજ માટે ત્રાસ અપાતો

રાજપીપલાના વડિયા પેલેસ સરકારી વસાહતમાં રહેતા અજય ઇશ્વર પટેલની દિકરી ઉર્વશીબેનના લગ્ન સુરતના જહાંગીરાબાદમાં રહેતા ધ્રુવિલ કાંતી પટેલની સાથે સામાજિક રીત રિવાજ પ્રમાણે કર્યા હતા. થોડો સમય લગ્નજીવન ચાલ્યું બાદ દહેજની બાબતે દામ્પત્ય જીવનમાં ખટરાગ ઉભો થયો અને પરણિતા ને તારા બાપાના ઘરેથી કાંઈ લાવી નથી 10 તોલા સોનુ લઇ આવ કહી મેણાંટોણા મારી માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવતો જે બાબતની હકીકત ઉર્વશીબેન પટેલે રાજપીપલા મહિલા પોલીસ સ્ટેશનમાં આવી પતિ સહીત સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી

ફરિયાદ અનુસાર ઉર્વશીબેનનું કહેવું છે કે તેના પતિ ધ્રુવિલ પટેલ, સસરા કાંતી ઠાકોર પટેલ સાસુ મિનાક્ષીબેન કાંતી પટેલ અને દિયર હર્ષકુ કાંતી પટેલ તમામ સુરતનાઓ લગ્ન બાદ સાસુએ દસ તોલા સોનાની માગણી કરી યેનકેન પ્રકારે શારીરીક માનશીક ત્રાસ આપતા, તેઓ ગોવા ફરવા ગયેલા ત્યાં પતિ ધુવીલે ઉર્વશી સાથે ઝઘડો કરી દિવાલ સાથે અથડાવી હતી.

જયારે દિયર અને સસરા પણ ધમકીઓ આપી ઉર્વશીબેનને પિયરમાંથી પાછી તેડી જવાની ના પાડી તમામ એક સંપ થઇ પરણિતા ઉર્વશીબેનને શારીરીક માનશીક ત્રાસ આપી હોય જે બાબતે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચારેય સાસરિયાઓ સામે પોલીસે I.P.C. કલમ-498, 506, 114 તથા દહેજ અટકાયત અધિનિયમ-1961 કલમ-4 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...