તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ડેડિયાપાડા તાલુકા પ્રા.શિ.સંઘની ચૂંટણી નહીં યોજાતા શિક્ષકોએ હોદ્દેદારોને નોટિસ ફટકારી

રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટર્મ પુરી થયાને 3 વર્ષ વિત્યા છતાં ચૂંટણી યોજવામાં વિલંબ કરાયાનો શિક્ષકોનો આક્ષેપ

ડેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી ને લઈને શિક્ષકોમાં રોષ ભભૂકી રહ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના બંધારણ પ્રમાણે ચાલતા તાલુકા સંઘો માં ત્રણ- ત્રણ વર્ષથી ચૂંટણી થતી નથી, જુના હોદેદારો કોઈ હિસાબો આપતા નથી ચૂંટણી જાહેર થાય, ચૂંટણી ની પ્રક્રિયા ચાલુ હોય છતાં પૂર્વ હોદેદારો શિક્ષકો પાસેથી સભ્ય ફી ઉઘરાવે આ બાબતે વારંવાર જિલ્લા શિક્ષણ સંઘ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ એક્શન ના લેતા કેટલાક શિક્ષકોએ ચૂંટણી આધિકારી થી લઇ શિક્ષણ સંઘ ડેડીયાપાડા ના પ્રમુખ, મંત્રી, જિલ્લા સંઘના પ્રમુખ મંત્રી અને ખજાનચી સહીત 6 હોદેદારોને વકીલ મારફત નોટિસ મોકલાવાતા શિક્ષક આલમ માં આ વિવાદ સપાટી પર આવ્યો છે.

જોકે શિક્ષણ સંઘ ડેડીયાપાડા સંઘની ચૂંટણી ના યોજી પોતાના અંગત સ્વાર્થ લઇ રહ્યા હોવાનો અને ચૂંટણી સ્થગિત કરી હોય સભ્ય ફી લેવાનો હકક નથી આવા ગંભીર આક્ષેપોથી હવે જિલ્લા શિક્ષણાધિકારી જાતે રસ લઈને ચૂંટણી યોજે અને હિસાબો સભ્યોને આપે એ જરૂરી બન્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં પ્રાથમિક શિક્ષક સંઘ ની ચૂંટણી છેલ્લા સાડાત્રણ વર્ષથી કરવામાં આવતી નથી. જેમાં મહત્વના હોદાઓમાં પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી અને ખજાનચી આ પાંચ હોદ્દાઓની ચૂંટણી દર બે વર્ષે યોજાય છે પરંતુ હોદેદારો કે ચૂંટણી અધિકારી ચૂંટણી યોજવામાં વિલંબ કરે છે એટલે જુના હોદેદારો વહીવટ કર્યાકરે પરંતુ કેટલાક શિક્ષકો દ્વારા વારંવાર રજૂઆતો થતા ગત 10એપ્રિલ 21 ના રોજ મતદાન કરવાનું હતું ચૂંટણી જાહેર કરી પરંતુ કોરોના ને લઈને કેન્સલ કર્યું, ઉમેદવારો ના ફોર્મ ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...