તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ટેન્ટસિટી-2ના બિન અધિકૃત બાંધકામો દૂર કરવા માટે નોટિસ

રાજપીપળા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેન્ટસિટી-1ને અગાઉ સમન્સ જારી કર્યો હતો
  • લીમડી ગામે સરકારી જમીનનો ઉપયોગ કરાયો

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી-1ને કેવડિયા વન વિભાગે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પૂછતાછ માટે સમન્સ જારી કર્યો હતો.બીજી બાજુ ગરુડેશ્વર મામલતદારે અન અધિકૃત બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારી હતી. હવે ટેન્ટ સીટી-2ને પણ અનઅધિકૃત બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારતા ખળભળાટ મચ્યો છે.

SOU ADTG ઓથોરીટી અધિક કલેક્ટર, SOU ADTG ઓથોરીટી એડમીનીસ્ટ્રેટર, SOU ADTG ઓથોરીટી મામલતદાર ગરૂડેશ્વર, કેવડિયા પરિક્ષેત્ર વન અધિકારી-કેવડીયા તથા ડી.આઈ.એલ.આર. SOU ADTG દ્વારા 29 મેં 2021 રોજ સંયુક્ત તપાસ દરમ્યાન મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ-ગાંધીનગર દ્વારા તેમની સાથે કરવામાં આવેલ કરારની વિગતો રજૂ કરવા જણાવ્યા હોવા છતાં રજુ કરેલ ન હતી. સંયુક્ત ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી જમીનની માપણી કરાવેલ વિગતો આધારે પ્રથમ દ્રષ્ટિએ ટેન્ટસીટી-૨ લીમડી ગામનાં સર્વે નંબર 60,64नीની જમીનનો ઉપયોગ કરી ટેન્ટસિટી-2નું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ સરકારી ખરાબાની જમીનનો ઉપયોગ કરવામાં આવેલ હોવાનું જણાયેલ છે. આમ, TCGL દ્વારા મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સને 5.2 હેક્ટરની ફાળવણી કરેલ હોવાં છતાં મંજૂરી વગર હે.7-65-51 ચોમી જમીનનો ઉપયોગ કર્યો છે. ટેન્ટસીટી-2 નાં બાંધકામ બાબતે મંજૂર થયેલ બાંધકામનાં નકશા બાબતે તપાસણી ટીમ દ્વારા માગણી કરેલ હોવાં છતાં તેમના તરફથી કોઈ પણ આધાર પૂરાવા રજૂ કરવામાં આવેલ નથી, જેથી મંજૂર થયેલ નકશા મુજબ બાંધકામ થયેલ છે કે કેમ તે બાબત પણ સ્પષ્ટ થતી નથી.

અન્ય સમાચારો પણ છે...