તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:નર્મદામાં 18 થી 44 વર્ષની વયના લોકો માટે વેક્સિનેશન જ નહીં

રાજપીપળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય જિલ્લાઓમાં રસીકરણ શરૂ, નર્મદામાં હજી પણ બાકી

નર્મદા જિલ્લામાં 18 થી 44 વયના લોકોને વેકસીનની કામગીરી હજુ પણ ચાલુ થઈ નથી. છેલ્લા એક અઠવાડિયાથી નર્મદા જિલ્લાના લોકો વેકસીન માટે ધક્કા ખાઈ રહ્યાં છે. હાલ કોરોના મહામારીમાં સરકાર પ્રજાની સુરક્ષા માટે વેકસીનની કામગીરી પુરજોશમાં ચલાવી રહી છે.આગામી દિવસોમા કોરોનાની ત્રીજી લહેર પણ આવશે એવી દેશના ઉત્તમ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે.જો કે ગુજરાત સરકારે પ્રજાને કહ્યું છે કે કોરોનાની ત્રીજી લેહેરને પહોંચી વળવા સરકારની પૂરેપૂરી તૈયારીઓ કરી છે, કોરોનાની ત્રીજી લહેર સામે તમામ વયની જૂથના લોકોને બચાવવા એ સરકાર માટે ચિંતાનો પ્રશ્ન થઈ પડ્યો છે.

આ તમામની વચ્ચે 1 લી મેં થી ગુજરાતના 18 થી 44 વયના લોકો માટે વેકસીનની કામગીરી ચાલુ થશે એવું સરકારે જાહેર કર્યું છે. જિલ્લાઓમાં 18 થી 44 વય જૂથના લોકોને વેકસીનની કામગીરી ચાલુ કરી દેવાઈ છે. નર્મદામાં જ 18 થી 44 વય જૂથના લોકોને વેકસીનની કામગીરી ખોરંભે પડી છે.

નર્મદા જિલ્લાના લોકો 1 લી મેં થી વેકસીન માટે રજિસ્ટ્રેશન તો કરાવે છે, અને નક્કી કરેલ સ્થળે જ્યારે વેકસીન મુકાવવા જાય છે ત્યારે એમને એક જ જવાબ મળે છે કે હજુ સરકારમાંથી 18 થી 44 વય જૂથના લોકોનો વેકસીનનો કવોટા આવ્યો નથી. રાજ્યમાં 1 લી મેં થી 18 થી 44 વય જૂથના લોકો માટે વેકસીનેશનની કામગીરી ચાલુ થઈ ગઈ પણ નર્મદાના લોકો સાથે સરકારે હળ હળતો અન્યાય કર્યો છે એમ લાગી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...