તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નર્મદા જિલ્લામાં 26 જૂન બાદ કોરોનાનો એકપણ કેસ નહીં

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં 1000 બેડની સુવિધા હાલમાં ઉપલબ્ધ
  • 700 જમ્બો ઓક્સિજન સિલિન્ડર સ્ટેન્ડબાય

નર્મદા જિલ્લામાં છેલ્લા 11 દિવસમાં એકપણ કેસ નોંધાયો નથી. કોવિડ-19 ની વૈશ્વિક મહામારીની બીજી લહેર દરમિયાન નર્મદા જિલ્લામાં રાજપીપલા ખાતે સરકારી આયુર્વેદિક કોલેજમાં કાર્યરત કોવિડ-19 હોસ્પિટલ તેમજ રાજપીપલા શહેર તથા જિલ્લાભરમાં જુદી જુદી જગ્યાઓએ કાર્યરત કોવિડ કેર સેન્ટર કે અન્ય કોઇપણ ખાનગી હોસ્પિટલમાં ગઇકાલ 6 જુલાઇ 21 ની સ્થિતિએ કોરોનાનો એકપણ દર્દી દવાખાનામાં સારવાર માટે દાખલ નથી, એટલે કે જિલ્લામાં આજની સ્થિતિએ કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા શૂન્ય રહેવા પામી છે.

ગત 26 મી જૂન 21ના રોજથી ગઇકાલ 6 જુલાઇ 21 સુધીના અગિયાર દિવસના આ સમયગાળા દરમિયાન જિલ્લામાં કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયેલ ન હોવાથી કોરોનાના સંક્રમણ ઉપર અંકુશ મેળવવાની સાથોસાથ સંપૂર્ણ કોરોના મુક્તિની આરે નર્મદા જિલ્લો ડગ માંડી રહ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે, ત્યારે આ સુખદ સ્થિતિ કાયમી બને તે માટે જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહે લોકોને માસ્ક અવશ્ય પહેરવા, સોશીયલ ડિસ્ટન્સીંગ જાળવવા સહિતની તમામ તકેદારીઓ અચૂક પાળવા અને સહયોગ આપવા જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો છે.

અત્યારસુધી 2.22 લાખ લોકોના સેમ્પલનું પરિક્ષણ
નર્મદામાં હાલં જિલ્લાકક્ષાએ કોવિડ કેર સેન્ટરની 200 બેડ તથા ગ્રામ્ય વિસ્તારમાં 800 બેડ સહિત કુલ-1000 બેડની સુવિધા ઉપલબ્ધ છે. એક ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, બે સબ-ડિસ્ટ્રીક્ટ અને ત્રણ સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા રાજપીપલામાં એક અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત 27 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કોરોનાની સારવાર માટે કાર્યરત હતા. આજદિન સુધી RTPCR-69,996, ટ્રુ નેટ-569 અને એન્ટીજન (રેપીડ)-1,53,096 સહિત કુલ-2,22,661 જેટલા નમૂનાઓનું પરિક્ષણ કરવામાં આવ્યું છે.

જિલ્લામાં 8 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત
જિલ્લામાં ઓક્સિજનની સુવિધા માટે 700જેટલા જમ્બો સિલિન્ડરની ખરીદી, 1000 લીટર ઓક્સિજનની બે ડ્યુરા ટેન્ક, 200 લીટરની ઓક્સિજનની 10 ડ્યુરા ટેન્ક તેમજ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે-4ઓક્સિજન પ્લાન્ટ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે-2 ઓક્સિજન પ્લાન્ટ અને CHC ખાતે-2 ઓક્સિજન પ્લાન્ટ સહિત 8 જેટલા ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી ઓક્સિજનના જરૂરી પુરવઠાની સુવિધા દરદીઓ માટે ઉપલબ્ધ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...