તંત્ર એક્શનમાં:રાજપીપળામાં પાલિકા દ્વારા રાત્રિના ફોગીંગ કરવાની કામગીરી હાથ ધરાઇ

રાજપીપળા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપળા શહેર તેમજ તાલુકામાં ડેન્ગ્યુ,મેલેરિયાના દર્દીઓ વધતા તંત્ર એક્શનમાં આવ્યું

ાજપીપળા શહેર સહિત નાંદોદ તાલુકના ગ્રામ્ય વિસ્તારોમાં ડેન્ગ્યુ,મેલેરિયા ના દર્દીઓની સંખ્યા વધતા આરોગ્ય વિભાગે સર્વે ની કામગીરી હાથમાં લીધી છે. ત્યારે બીજી બાજુ આરોગ્ય વિભાગ પાસે ફોગીંગ મશીનો નો અભાવ હોવાથી રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરમાં રાત્રી ફોગીંગની કામગીરી કરવામાં આવી રહી છે.

પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને ચીફ ઓફિસર રાહુલ ઢોળીયા જાતે સાંજના મચ્છરો ની ફેલાવો રોકવા ટિમ બનાવી ફોગીંગ કરવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા ના ગામડાઓમાં પણ ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે ગામોમાં ડેન્ગ્યુના, મેલેરિયાના કેશો વધતા હોય તેવા ગામોમાં ખાસ કરીને.સર્વે કરવી ફોગીંગ કરવી રહ્યા છે. હાલ જિલ્લામાં વધતા ડેન્ગ્યુ, મેલેરિયાના કેસોમાં ઘટાડો થઇ શકે છે એ માટે રાજપીપલા નગરપાલિકા અને આરોગ્ય વિભાગ કામે લાગી ગામે ગામ ફોગીંગ થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...