ભરૂચના ચંદેરીયા ખાતે BTP (ભારતીય ટ્રાયબલ પાર્ટી ) અને આપ પાર્ટી સાથે એક સંમેલન યોજાયું હતું. જેમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે BTP ના સંરક્ષક એવા છોટુભાઈ વસાવા સાથે વિધિવત રીતે BTP એ AAP સાથે ગઠબંધન ની જાહેરાત કરી હતી અને આ સંમેલનમાં અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. ગુજરાત ના સીએમ ભુપેન્દ્ર પટેલને લલકાર આપી હતી કે ગુજરાત માં 6 હજાર પ્રાથમિક શાળા બંધ કરી અને લાખો વિધાર્થી ઓના ભવિષ્ય બગાડ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને દિલ્હી આમંત્રણ આપું છું.
કે અમારા દિલ્હીની શાળા ઓ જોવા આવો. ગુજરાતમાં પેપર લીકમાં વર્લ્ડ રેકોડ બનાવ્યો અત્યારે એવી કોઈ પરીક્ષા નહિ લેવાય કે જેમાં પેપર લિક ન થયા હોય, અને બીજી બાજુ રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખને પણ છોડ્યા નહિ એમને તો એવું કહી દીધું કે ભાજપ પાસે પ્રદેશ પ્રમુખ પણ ગુજરાતનો નહિ મળ્યો જે મહારાષ્ટ્ર નો પ્રદેશ પ્રમુખ બનાવો પડ્યો અને કોંગ્રેસ ને વોટ આપવો એ અપારા માટે શરમજનક છે કે કારણકે ભાજપ એવું માને છે.
આ બંને પાર્ટીના ગઠબંધન સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી બંન્ને પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટી જુઠ્ઠા લોકોની પાર્ટી છે. સયુંકત સંમેલન જીતવાનો પ્લાન છે. ગુજરાતનો ઇતિહાસ છે કોઈ પ્રાદેશિક સફળ થયો નથી. મફત આપવાનું કહી મત માગે છે. લોકોને ઉશ્કેરવા રાષ્ટ્રીય વિચારધારા વિમુખ બિટીપી કાચિંડાની જેમ રંગ બદલી કોઈને કોઈ પક્ષો સાથે ગઠબંધન કરતું રહે છે. જનતાદળ સાથે સફળ નથી થયા હવે આપ સાથે BTP ગઠબંધ કરી મંુગેરીલાલ કે હસીન સપના જોવા માંડ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.