આફત:માવઠાને કારણે નર્મદા સુગરનું ઉત્પાદન ચાર દિવસ બંધ રહેશે : 25 હજાર ટન શેરડીનું પિલાણ મોડૂં જશે

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શેરડી કાપતા 6000 શ્રમિકો માટે સુગર અને સભાસદોએ ભોજનની વ્યવસ્થા કરી

નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી એકધારો વરસાદ પડતાં નર્મદા સુગર પર મોટી અસર પડી છે. કેમ કે ખેતરોમાં પાણી ભરાતા શેરડી કાપવી મુશ્કેલ બની છે. અને શેરડીનું પીલાણ અને ખાંડ ઉત્પાદન બધું બંધ કરવાની ફરજ પડી છે. ત્રણ ચાર દિવસ સુગર ફેકટરી બંધ રહેતા હવે 185 દિવસ ચાલનારી સુગર ફેકટરી ત્રણ દિવસ વધુ આગળ કામ કરશે.

રોજનું 6 હજાર મેટ્રિક ટનનું પીલાણ કરતી નર્મદા સુગર વરસાદ ને કારણે ઉત્પાદન ઠપ્પ થઈ જતા હવે 25 હજાર મેટ્રિક ટન જેટલું પિલણ પાછળ જશે. કર્મચારીઓ પણ ત્રણ દિવસ કામ કરશે. આ સાથે જે 6000 કોયતાઓ મજૂરો શેરડી કાપવાની કામગીરી કરે છે તેઓ મોટે ભાગે શેરડીના ખેતરોમાં જ રહેતા હોય છે. આવા મજૂરો ને જેતે ગામમાં સભાસદો એ અને સુગર ફેકટરી એ રહેવા જમવાની વાત કરી રહ્યા છે.

નર્મદા સુગર ફેકટરી લાભ પાંચમ થી શુભારંભ થયો હતો. 9.50 લાખ મેટ્રિક ટન પીલાણના સામે અત્યાર સુધી 1.80 લાખ મેટ્રિક ટન પિલાણ થયું છે. 35હજાર એકર ના વાવેતર માં 5 હજરા એકર જમીનમાં કટિંગ કર્યું છે. હજુ 30 હજાર બાકી છે. સુગરમાં ભાવમાં કોઈ ફરક નહીં પડે અને ઉત્પાદનમાં પણ કોઈ ફરક નહીં પડે પરંતુ નર્મદા સુગર ફેકટરી હાલ વરસાદ પડે છે ત્યાં સુધી બંધ છે. ખેતર કોરું થાય ત્યારે શેરડી કટિંગ ચાલુ કરશે. અને ફેકટરી ચાલુ થશે.આ જે ત્રણ ચાર દિવસ સુગર બંધ રહી એ પીલાણ પાછળથી લંબાવાશે.

અન્ય સમાચારો પણ છે...