તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોમાં ખુશીની લહેર:નર્મદા સુગર રૂપિયા 2640 ભાવ જાહેર કરી રાજ્યમાં ત્રીજા ક્રમે

રાજપીપલા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નર્મદા સુગરે સારા ભાવ આપતાં સભાસદ ખેડૂતોમાં ખુશીની લહેર

નર્મદા સહીત રાજ્યોમાં સિઝન શરૂઆતની સાથે ખેડૂતોમાં એક ચિંતા હતી કે આ વર્ષે શેરડીનો કેટલો ભાવ પડશે જેનો અંત આવ્યો રાજ્યની તમામ સુગર ફેક્ટરીઓએ શેરડીના ભાવો મહિના પ્રમાણે પાડ્યા છે ત્યારે નર્મદા શુગર ફેકટરી ધારીખેડાના સંચાલકો ની બેઠકમાં 2640 રૂપિયાનો ભાવ નક્કી કરી જેહેર કરવામાં આવ્યો જેમાં રાજ્યમાં ત્રીજા નંબરે ભાવ પાડ્યો છે.

જેને ભરૂચ નર્મદા જિલ્લા ખેડૂતોએ આવકાર્યા છે.નર્મદા સુગર ફેક્ટરીનું સંચાલન કરતા ઘનશ્યામ પટેલે જાતે સુગર ફેક્ટરીના વિકાસ માટે ખેડૂતોના હિત માટે ખુબ ચિંતિત હોય છે અને તેમની સમગ્ર ટીમ ખેડૂતોને લાભ થાય ખેડૂતોનું ઉત્પાદન સારું થાયએ દિશામાં હંમેશા કામ કરે છે. ત્યારે શેરડીના સારા ભાવ આપવામાં પણ તમામ બાબતોનું વિચારીને ખેડૂતોના હિતમાં સુગરના હિતમાં રહીને નિર્ણય લેતા હોય છે.

8 લાખ મેટ્રીક ટન શેરડી પીલાણનો લક્ષયાંક છે
નર્મદા સુગર ફેક્ટરીના ભાવ જે પાડ્યા છે તે 2640 રૂપિયા પાડ્યા છે અને ખેડૂતોએ સ્વીકાર્યા છે રાજ્યની સુગર ફેક્ટરીઓ ઉંચા ભાવો આપવામાં ત્રીજા નંબરે નર્મદા સુગર ફેક્ટરીના ભાવો આવે છે. આ વર્ષે 32000 એકરમાં વાવણી કરવામાં આવી છે. 8 લાખ મેટ્રીકટન શેરડી પીલાણનો લક્ષયાંક છે.> ઘનશ્યામ પટેલ, નર્મદા સુગર ફેકટરી ચેરમેન.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો