સફળતા:નર્મદા સુગર ફેક્ટરી બેસ્ટ મેનેજમેન્ટ અને બેસ્ટ ખાંડ રિકવરીમાં દેશની સુગર ફેક્ટરીઓમાં પ્રથમ

રાજપીપલા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષે દેશમાં અગ્રેસર રહેનાર નર્મદા સુગરની ટીમને બે સિલ્ડ પણ આપવામાં આવ્યા

નર્મદા ની જીવાદોરી સમાન નર્મદા સુગર ફેક્ટરીની ટીમે કરસર યુક્ત વહીવટ કરી ને ઉત્તમ પ્રકારની ખાંડ ઉત્પાદન કરી અને સુંદર મેનેજમેન્ટ કરવા બાદલ નેશનલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે. નર્મદા જિલ્લાની એક માત્ર સુગર ફેક્ટરી બેસ્ટ મેનેનમેન્ટ અને બેસ્ટ ખાંડ રિકવરી માં દેશની સુગર ફેક્ટરીઓમાં પ્રથમ આવી છે, ગત વર્ષે પણ પ્રથમ આવી હતી પરંતુ કોરોના ને કારણે ગત વર્ષે એવોર્ડ ફંક્શન ના યોજાતા 2020 અને 2021 બંને વર્ષે દેશમાં અવ્વલ રહેનાર નર્મદા સુગરની ટીમને બે સિલ્ડ સાથે આપવામાં આવ્યા હતા. ટિમ દિલ્હી જઈને એવોર્ડ લઈને પરત ફરતા ચેરમેન ઘનશ્યામ પટેલ, મેનેજર નરેદ્ર પટેલ અને સમગ્ર બોર્ડ ડીરેટ્ક્ટરો કર્મચારીઓની સફળતા ને સભાસદોએ પણ આવકાર્યા હતા.

નર્મદા સુગર ફેક્ટરીનું સંચાલન ઘનશ્યામભાઈ પટેલ ના હાથમાં આવ્યા બાદ તેમને સુંદર વહીવટ કરી દોડતી કરી ખોટ કરતી માંદી સુગર ફેક્ટરીને એવી દોડતી કરી કે દેશની અન્ય સુગર ફેક્ટરીઓમાં પ્રથમ હરોળની સુગર ફેક્ટરી ગણવામાં આવે છે જેમાં બેસ્ટ મેનેજમેન્ટ કરકસર યુક્ત વહીવટ, સારી કોલીટી ની ખાંડ, સલ્ફર લેશ ખાંડ, ઓર્ગેનિક ખાંડ બનાવીને વિદેશોમાં એક્સપોર્ટ કરતી અને સૌથી વધુ મોલાસીસ ઉત્પાદન કરતી સુગર ફેક્ટરી બની છે. નર્મદા સુગરને અત્યાર સુધીમાં નેશનલ ફેડરેશન દિલ્હીના 13, NCDC ના 1, STAI ના 2 આમ 16 જેટલા નેશનલ એવોર્ડ અને સ્ટેટ ફેડરેશન ના 4 એવોર્ડ આમ દર વર્ષે સન્માન મળે છે. જે વહીવટી ટીમ ડિરેક્ટરો અને કર્મચારીઓ ટીમ આમ આખી ટિમ અભિનંદનને પાત્ર છે.

અન્ય સમાચારો પણ છે...