હડતાલ:નર્મદા નર્સિંગ કોલેજના છાત્રોને સ્ટાઈપેન્ડ મળતા હડતાલ સમેટી

રાજપીપળા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરની સૂચનાથી જિલ્લા રોગી કલ્યાણ સમિતિ ફંડમાંથી વ્યવસ્થા કરાઈ

નર્મદા જિલ્લામાં ત્રીજી લહેર એન્ટ્રી મારે એ પહેલા બીજી લહેરના બાકી સ્ટાઈપેન્ડ માટે સરકારી નર્સિંગ કોલેજના 30 જેટલા ત્રીજા વર્ષના સ્ટુડન્ટો અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.

જોકે કલેક્ટરને રજુઆત કરતા જિલ્લા જિલ્લા રોગી કલ્યાણ સમિતિના ચેરમેન અને જિલ્લા કલેક્ટરની સૂચનાથી વૈકલ્પીક વ્યવસ્થા કરી સ્ટાઈપેન્ડ ચૂકવતા વિધ્યાર્થી નર્મદા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં સરકારી કોવીડ 19 હોસ્પિટલથી લઈને તમામ હોસ્પિટલો ફૂલ હતી ત્યારે આરોગ્ય વિભાગનો સ્ટાપ પણ ઓછો પડતો હતો ત્યારે જિતાનગર ખાતે આવેલ GNM નર્સિંગ કોલેજના 30 જેટલા ત્રીજા વર્ષના અનુભવી સ્ટુડન્ટને સરકારના ધારાધોરણો પ્રમાણે સ્ટાઈપેન્ડ આપવાની ખાતરી આપી કોવિડ સહાયક તરીકેની સેવામાં જોડવામાં આવ્યા હતા. ગત એપ્રિલ અને માર્ચ મહિનામાં નર્સીંગ કોલેજના સ્ટુડન્ટોએ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...