નર્મદા રિઝલ્ટ:નર્મદા જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસ-BTPના સૂપડા સાફ, જાણો વિજેતાઓનાં નામ સાથે પરિણામો

રાજપીપળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા જિલ્લા પંચાયતમાં 19 બેઠક પર ભાજપ, બે બેઠક પર કોંગ્રસ અને એક બેઠક પર બીટીપીની જીત
  • રાજપીપળા નગરપાલિકાની 16 બેઠક પર ભાજપ, 6 બેઠક પર કોંગ્રેસ અને 6 બેઠક પર અપક્ષનો વિજય

નર્મદા જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે અને કોંગ્રેસ અને બીટીપીના સૂપડા સાફ થઈ ગયા છે. નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકોમાંથી 19 બેઠક પર ભાજપ, બે બેઠક પર કોંગ્રસ અને એક બેઠક પર બીટીપીએ જીતી છે, જ્યારે રાજપીપળા નગરપાલિકાની 16 બેઠક પર ભાજપ, 6 બેઠક પર કોંગ્રેસ અને 6 બેઠક પર અપક્ષનો વિજય થયો છે. આમ રાજપીપળા નગરપાલિકા પર ભાજપે સત્તા કબજે કરી છે. આ ઉપરાંત તમામ 5 તાલુકા પંચાયત પર ભાજપે સત્તા મેળવી છે.