ક્રાઈમ:નર્મદા LCB એ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

રાજપીપલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નર્મદા LCB પી.આઈ એ.એમ પટેલને બાતમી મળી હતી કે, ખામર ગામે રહેતી નિર્મળા પ્રવીણ વસાવાના ઘરમાં વિદેશી દારૂ સંતાડેલો છે. જેના આધારે LCBની ટીમે ખામર ગામે રેડ કરતા આ નિર્મળા વસાવાના ઘરમાં તિજોરીમાં તથા રસોડામાં વિદેશી બનાવટ નો 408 ક્વાટરીયા 34,680 રૂપિયા નો વિદેશી દારૂ સંતાડેલો હતો. પોલીસ ની રેડ દરમ્યાન નિર્મળાં વસાવા ઘરે નહતા વેચાણ કરતા જીતનગર બાર ફરિયાના સોમા રામા વસાવા પણ સાથે ધંધો કરતા હોય LCB પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...