તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચાયત ચૂંટણી:નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો 79 ઉમેદવારો વચ્ચે જંગ

રાજપીપલા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિ. પંચાયતમાં એકપણ ઉમેદવારી ન ખેંચાઇ

આગામી 28 મી ફેબ્રુઆરીના રોજ નર્મદા જિલ્લામાં યોજાનારી જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ 21 અન્વયે જાહેર થયેલાં કાર્યક્રમ મુજબ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિને નર્મદા જિલ્લા પંચાયતની કુલ-22 બેઠકો માટે માન્ય થયેલાં 79 ફોર્મ પૈકી આજે કોઇ પણ ઉમેદવારી પરત ખેંચાઇ નથી, જેથી આ 22 બેઠકો ઉપર હવે કુલ-79 ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થશે. જ્યા

રે નાંદોદ,ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા એમ પાંચેય તાલુકા પંચાયતોની કુલ-90 બેઠકો માટે માન્ય થયેલા 314 ફોર્મ પૈકી આજે 07 ફોર્મ પરત ખેંચાતા હવે આ 90 બેઠકો માટે કુલ- 307 ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થશે. આમ, નર્મદા જિલ્લામાં રાજપીપલા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતો સહિત કુલ-140 બેઠકો માટે માન્ય-516 ફોર્મ પૈકી કુલ- 15 ફોર્મ પરત ખેંચાતા હવે સમગ્ર શહેર – જિલ્લામાં કુલ- 501 ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો