કાર્યવાહી:નર્મદામાંથી 2 બોગસ તબીબ ઝડપાયા, તિલકવાડાના દેવલીયા ગામમાં ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને નર્મદા જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડ્યો

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જીલ્લામાં કોવીડ-19 મહામારીના કપરા સમય દરમ્યાન બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરોને ઝડપી પાડવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નર્મદા નાઓએ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને જીલ્લામાં આવી પ્રવૃતિથી સંકળાયેલ બોગસ ડીગ્રી ધરાવતા ઇસમોની વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના અનુસંધાને બી.જી.વસાવા, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એ.એસ.આઇ.પરશોતમભાઇ તથા હે.કો. કિરણભાઇ તથા હે.કો.રાકેશભાઇ તથા હે.કો. મુનિરભાઇ નાઓને બાતમી મળેલ કે તિલકવાડા પો.સ્ટે. વિસ્તારના દેવલીયા ગામે એક ઇસમ દવાખાનુ ચલાવે છે

જે બાતમી આધારે પી.એચ.સી તિલકવડા ખાતેથી મેડીકલ ઓફીસર ડો. સુબોધ કમલેશકુમારને સાથે રાખી તિલકવાડા પો.સ્ટે.ના દેવલીયા ગામે ખાતે એક ઇસમ તબીબી ડીગ્રી અને લાયકાતના સર્ટી વગર દવાખાનુ ખોલી તબીબી પ્રેક્ટીસ કરતા હોવાની જણાયેલ જે દવાખાના ઉપર રેડ કરતા શ્રી અરૂણભાઇ સખારામ ચૌધરી રહે.દેવલીયા તા.તિલકવાડા જી.નર્મદા મુળ રહે.નાંદખેડા પ્રકાશા રોડ, તા.શાહદા જી.નંદુરબાર નાનો દવાખાનુ ચલાવતો હોવાનું જણાઇ આવેલ.

સદર ઇસમને મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં આવા કોઇ સર્ટી નહી હોવાનું જણાવતા એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજનીડલો), એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે 17,174ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બોગસ ડોક્ટર વિરૂધ્ધ ઇ.પી.કો. ક્લમ 336 તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ 1940ની કલમ 27(બી)2 તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ- 1963 ની કલમ 30 તથા 35મુજબ તિલકવાડા પોલિસમાં ગુનો નોંધાવ્યો હતો.

ડેડિયાપાડાના ગંગાપુર ગામમાંથી બોગસ ડોક્ટરને LCBએ પકડ્યો
નર્મદા જીલ્લામાં કોવીડ-19 મહામારીના કપરા સમય દરમ્યાન બોગસ સર્ટીના આધારે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવા પોલીસ કામગીરી કરી રહી છે. દરમિયાન ડેડીયાપાડાના ગંગાપુર ગામે એક ઇસમ દવાખાનુ ચલાવે છે

જે બાતમી આધારે પી.એચ.સી સામરપાડા ખાતેથી મેડીકલ ઓફીસર ડો. રિપ્પલબેન અરવિંદ વસાવાને સાથે રાખી ગંગાપુર ગામે તપાસ કરતા ડીગ્રી અને લાયકાતના સર્ટી વગર દવાખાનુ ખોલી પ્રેક્ટીસ કરતા સંતોષ માનુતોષ બીસ્વાસ મુળ રહે. બપલુર તા.રાનાઘડટ જી.નદીયા (પશ્ચિમ બંગાળ) હાલ રહે. ગંગાપુરને મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં આવા કોઇ સર્ટી નહી હોવાનું જણાવતા એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજ(નીડલો), એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે 28,530 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બોગસ ડોક્ટર વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...