વિરોધ પ્રદર્શન:નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ - ડિઝલ અને તેલના ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન

રાજપીપલા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશવ્યાપી વિરોધ પ્રદર્શનમાં જોડાઈ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

ભાજપ સરકારના શાસનમાં પેટ્રોલ - ડિઝલ ના ભાવ વધારો કરી કરોના મહામારીના સમયે પ્રજા પર મોંઘવારીનો માર નાખી રહી હોય, પાંચ મહિના ગાળામાં 43 વખત ઐતિહાસિક ભાવ વધારો કરવામાં આવ્યો છે. જે બાબતે સરકાર સામે આંદોલન કરી વિરોધ પ્રદર્શન, ઘરણાનો કાર્યક્રમ રાજપીપલા ના આંબેડકર ચોક ખાતે રાખવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા કાર્યકરોએ સુત્રોચાર કરી સરકારે જે મોંઘવારી નો માર આપી લોકોની કમર તોડી નાખી છે. કહી સરકાર વિરધી સુત્રોચાર કાર્ય હતા.

આ બાબતે ધારાસભ્ય પી.ડી.વસાવા એ જણાવ્યું હતું કે ગુજરાત અને દેશની જનતાને અચ્છે દિન ના વચનો આપી મૂર્ખ બનાવ્યા આજે ક્રૂડના ભાવ ઘણા ઓછા છતાં બમણા રૂપિયા સરકાર વસૂલી ભાવ વધારો કર્યો છે તમામ ચીજવસ્તુ ના ભાવો વધ્યા મોંઘવારી બેફામ,શાળાઓ બંધ પણ સ્કૂલો ફી ઉઘરાવી રહી છે ખાનગી તબીબો કોરોનમાં દર્દીઓના ખિસ્સા કાપી રહ્યા છે. અને સરકાર બીજા કાયદાઓ પાછળ સમય વેડફી રહી છે. ત્યારે સરકાર સામે પ્રજા રોષ ફેલાવી રહ્યા છે. આ નિષ્ફળ સરકારે રાજીનામુ આપી દેવું જોઈએ કહી સરકાર વિરોધી સુત્રોચાર કર્યા હતા.

કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા,કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદ, પ્રદેશ મંત્રી પ્રફુલ વસાવા, માઇનોરિટી સેલના પ્રદેશ અધ્યક્ષ ઈમ્તિયાઝ અલી કાદરી, શહેર પ્રમુખ ઠાકોરભાઈ, યુથ કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા, મંત્રી ચંદ્રેશ પરમાર, પાલિકા વિપક્ષ નેતા સહીનૂરબીબી પઠાણ સહીત કોંગ્રેસ સમિતિના હોદેદારો, જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો, નગરપાલિકાના સદસ્યો સહીત આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...