તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:મસૂરીમાં 122મી ઈન્ડક્શન તાલીમમાં નર્મદા જિલ્લા કલેક્ટરને ઉત્કૃષ્ટ દેખાવ બદલ સન્માનિત કરાયા

રાજપીપળા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાત સહિત સમગ્ર દેશના વિવિધ રાજ્યોના સનદી IAS અધિકારીઓનો તાલીમી કાર્યક્રમ

કેન્દ્રીય પર્સોનેલ વિભાગ દ્વારા મસૂરીની લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશન (LBSNAA) ખાતે ગુજરાત સહિત દેશના મિઝોરમ, તામીલનાડુ, આંધ્રપ્રદેશ, હરીયાણા, મધ્યપ્રદેશ, પંજાબ વગેરે જેવા રાજ્યોના ભારતીય વહિવટી સેવા સંવર્ગના 70 જેટલા સીનીયર IAS સનદી અધિકારીઓ માટે યોજાયેલા એક માસના સઘન તાલીમ કાર્યક્રમમાં ભાગ લેનાર નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ (IAS) ને ઉક્ત તાલીમ દરમિયાન વિવિધ એસાઇગ્નમેન્ટ, બુક રીવ્યુ, પ્રેઝન્ટેશન, લીડરશીપ મોડ્યુલ, ICT મોડ્યુલ, ગૃપ-મોર્નીગ, વીક એન્ડ એક્સ્ટ્રા એક્ટીવીટીઝ વિવિધ પ્રવૃત્તિઓ અને છેલ્લે ઓનલાઇન એકઝામ સહિતની તમામ બાબતોમાં સર્વશ્રેષ્ઠ દેખાવમાં પ્રથમ સ્થાન હાંસલ કરવા બદલ મહારાષ્ટ્રના મહામહિમ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના હસ્તે શાહને પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિન્હ એનાયત કરી બહુમાન કરાયું હતું.

મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશીયારીના મુખ્ય મહેમાનપદે લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશનના ડાયરેક્ટર સંજીવ ચોપરા વગેરેની ઉપસ્થતિમાં તાજેતરમાં મસૂરીખાતે 122 મી ઇન્ડક્શન તાલીમના યોજાયેલા સમાપન સમારોહમાં ગુજરાતના 2010ની બેચના વરિષ્ઠ સનદી અધિકારી અને નર્મદા જિલ્લાના જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે તેમના ઉક્ત એક માસના સઘન તાલીમ કાર્યક્રમમાં આવરી લેવાયેલી સમગ્રતયા તમામ બાબતોમાં સર્વશ્રેષ્ઠ દેખાવ સાથે પ્રથમ ક્રમ હાંસલ કરતાં, ડી.એ.શાહે ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો