તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બળાત્કાર:નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલ સામે દુષ્કર્મનો ગુનો, આદિવાસી મહિલાને લગ્નની લાલચ આપી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીની તસવીર - Divya Bhaskar
આરોપીની તસવીર

તિલકવાડા તાલુકાના એક ગામની 30 વર્ષીય આદિવાસી યુવતીએ નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન રાવજીભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ કરતા જણાવ્યું છે કે યુવતી પોતે આદીવાસી હોવાનું હિરેન પટેલે જાણતો હોવા છતાં હિરેન પટેલ આદિવાસી યુવતીને લગ્ન કરવાની અને નોકરીની લાલચ આપી હતી.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

દરમિયાન એ આદિવાસી યુવતી સાથે અંગત પળો માણી યુવતીની મરજી વિરુદ્ધ અંગત પળોના ફોટા અને વીડિયો ઉતારી લઈ વાયરલ કરવાની ધમકી આપી હતી. સાથે સાથે જો એ યુવતીએ હિરેન પટેલ સિવાય બીજા કોઈ સાથે લગ્ન કર્યા તો એના થનારા પતીને જાનથી મારી નાખવાની અને એના પરિવારને પણ બરબાદ કરી દેવાની ધમકીઓ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

આ યુવતીએ વધુમાં જણાવ્યું છે કે હિરેન પટેલે આવી ધમકીઓ આપી પોતાની સાથે અવાર નવાર યુવતીની મરજી વિરુદ્ધ વડોદરાની અલગ અલગ હોટેલમાં દુષ્કાર્મ કર્યું હતું, સાથે સાથે યુવતીનો હિરેન પટેલે વારંવાર પીછો કરી પ્રેમ સંબંધ રાખવા માનસિક ત્રાસ આપી દબાણ કર્યું હતું.

ઉપપ્રમુખ પદેથી તાત્કાલિક દૂર કરાયા
હિરેન પટેલ વિરુદ્ધ આદિવાસી યુવતીએ દુષ્કાર્મની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે બાબતે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે ભાજપના ઉપપ્રમુખ પદ પર થી તાત્કાલિક અસરથી દૂર કરી દેતા ભાજપ પ્રમુખે પાર્ટીની શિસ્તતા અને મહિલા રક્ષણની બાબત પણ જાળવણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...