તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોની થશે નિમણૂક?:નર્મદા જિલ્લા-5 તાલુકા પંચાયત અને નગર પાલિકાના પ્રમુખના તાજ માટે દાવેદારોની હોડ

રાજપીપળા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 11મી એ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક માટે પ્રમુખના દાવેદારો યાદી તૈયાર કરવી જરૂરી

નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લેહેરાયો છે.જેની પાછળ સક્ષમ ઉમેદવાર અને તેમની સાથે જિલ્લા સંઘથન સાથે રહી માઈક્રો પ્લાનિંગ કરી તમામ ઉમેદવારો ને જંગી લીડ થી વિજેતા બનાવ્યા. આ જીત આપી પ્રજાએ જે વિશ્વાસ મુક્યો છે.એ પહેલા પાર્ટી, બીજા સંઘઠન ના જવાબદાર હોદેદારો અને ત્રીજા ઉમેદવારો ને પ્રજાએ જોયા બાકી ભલભલા મહારથીઓ આ ચૂંટણી હારી ચુક્યા છે. હવે ચૂંટણી જીત્યા બાદ બીજો અધ્યાય પ્રમુખ કોણ એની હાલ રેસ લાગી છે ત્યારે અમે આપને ત્રણ નામો સંભવિત બતાવી રહ્યા છે. કે આ લોકો બની શકે બાકી પાર્ટીની ગાઈડલાઈ પ્રમાણે સક્ષમ સારો પારદર્શક વહીવટ કરી શકે એવા પ્રમુખો નક્કી કરવામાં આવશે.

નર્મદા જિલ્લા માં સ્ટાર પ્રચારક તરીકે કામગીરી કરનાર મનસુખ વસાવાનો સૌથી મોટો શ્રેય જાય છે. તેમની સાથે ખભેખભા મિલાબી ચાલનાર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, ઉમેદવારોનું દર બે ત્રણ કલાકે અપડેટ લેનાર નિલ રાવ, તમામ ઉપ પ્રમુખો, મહામંત્રીઓ, અને.પૂર્વ ધારાસભ્યો અહિતના અગેવો નો સિંહ ફાળો છે. ભાજપ ની આ મહાજીત છે ત્યારે હવે આગામી 11 મી માર્ચે જિલ્લા, તાલુકા અને નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના નામોની ચર્ચા માટે ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે, નર્મદા જિલ્લા ભાજપ દ્વારા લગભગ 3-3 નામોની પેનલ તૈયાર કરી દીધી છે.હવે જોવું એ રહ્યું કે પ્રદેશ કક્ષાએથી કોના નામની જાહેરાત થાય છે.

નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખના દાવેદાર
પર્યુશાબેન લક્ષ્મણભાઈ વસાવા (આંબાવાડી જિલ્લા પંચાયત)
શાંતાબેન નવલભાઈ વસાવા (મંડાળા જિલ્લા પંચાયત)
ગંગાબેન વીનેશભાઈ વલવી (જાવલી જિલ્લા પંચાયત)
સંગીતાબેન પદમબાબુ તડવી (ખડગદા જિલ્લા પંચાયત)

રાજપીપળા નગરપાલિકા પ્રમુખના દાવેદાર
કુલદીપસિંહ અલકેશસિંહ ગોહિલ
નામદેવભાઈ અરવિંદભાઈ દવે
ગિરિરાજસિંહ મહેન્દ્રસિંહ ખેર

નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખના દાવેદાર
અમૃતભાઈ અભેસિંગ ભાઈ વસાવા (બોરીદ્રા બેઠક)
હિતેન્દ્ર બાલુભાઈ વસાવા (ઢોલાર બેઠક)
હરેશ લક્ષ્મણ વસાવા (મોટી ભમરી બેઠક)

ગરુડેશ્વર તાલુકા પંચાયત પ્રમુખના દાવેદાર
સુરજબેન ચંપકભાઈ ભીલ (પાન તલાવડી બેઠક)
જસુબેન જયંતિ ભાઈ તડવી (ખડગદા બેઠક)
સુમિત્રા બેન વીપીન ભાઈ ભીલ (વવીયાલા બેઠક)

ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખના દાવેદાર
તારાબેન ઈશ્વરભાઈ રાઠોડ (અલમાવાડી બેઠક)
દક્ષાબેન રોહિત કુમાર વસાવા (ડેડીયાપડા બેઠક)
બસંતી ગણપતભાઈ તડવી (મોહબૂડી બેઠક)

સાગબારા તાલુકા પંચાયત પ્રમુખના દાવેદાર
રોહીદાસ વિઠ્ઠલ વસાવા (જાવલી બેઠક)
સુભાસ જેમુ વસાવા (ખોપી બેઠક)
સુરપસિંગ દામજી વસાવા (નાલ બેઠક)

તિલકવાડા તાલુકા પંચાયત પ્રમુખના દાવેદાર
ઉર્વીશાબેન હસમુખ વસાવા (રેંગણ બેઠક)
સર્જનાબેન સાગર વસાવા (વજેરિયા બેઠક)
ગંગાબેન કનુભાઈ ભીલ (સીરા બેઠક)

કોઈનો ટેકો લેવાની જરૂર નથી
નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયતથી લઈ 5 તાલુકા પંચાયતો અને પાલિકા માં ભાજપ ને સ્પષ્ટ બહુમતી મળી છે.એટલે કોઈનો ટેકો લેવાની જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે...