રાજકારણ:નર્મદામાં BJP પ્રમુખની વરણીથી સંકલનમાં બદલાવના અણસાર

રાજપીપલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ભાજપને ખુબ પછડાટ મળ્યો જિલ્લામાં મહત્વની બે ધારાસભ્યોની સીટો ગુમાવી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો પણ ગુમાવી ત્યારે 18 ઉમેદવારોની શોધમાં પ્રદેશ ભાજપે અંતે સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ ની પસંદગી કરી હવે 15 વર્ષ બાદ પુનઃ તેઓ ભાજપ પ્રમુખના પદ પર આરૂઢ થયા છે ત્યારે તેમની જવાબદારી પણ વધી છે.

સહકારી ક્ષેત્રોમાં વ્યસ્ત છતાં આ મહત્વની જવાબદારી તેઓ બખૂબી નિભાવશે એ વિશ્વાસ સાંસદ મનસુખ વસાવા એ પણ વ્યક્ત કર્યો હતો પરંતુ વર્ષોથી ચાલતા સંઘઠન માં બદલાવ આવશે, હવે નવા ભાજપ પ્રમુખની વરણી બાદ તમામ આંતરિક ભાજપ સંઘઠનમાં બદલાવ આવશે એ પણ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામો ચોક્કસ બદલાશે, નવા પ્રમુખ ની વરણી થી તેમનો અનુભવ થી જિલ્લામાં ફરી ભાજપ વિજયી બનશે એવી હાલ શક્યતાઓ વધી રહી છે.

આ બાબતે પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં ભાજપ પ્રમુખ તરીકેની વરણીને હું આવકારું છું, તમામ કાર્યકરો ને કોઈપણ ભેદભાવ વગર એક સાથે લઇ ને ચાલવાનો પ્રયાસ કરીશ, પાર્ટી એક જૂથ થઈને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને તમામ ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારોને જીતાડી સમગ્ર જિલ્લામાં પુનઃ ભાજપનો ભગવો લહેરાવીશું.

અન્ય સમાચારો પણ છે...