ધરપકડ:નાંદોદના સબ રજિસ્ટ્રાર વર્ગ 3નો કર્મી લાંચ લેતા ઝડપાયો

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલીપ તેરૈયાએ રૂપિયા 2 હજાર માંગ્યા હતા

નાંદોદ તાલુકા સબ રજિસ્ટ્રાર વર્ગ 3 દિલીપ લાભશંકર તરૈયાને એસીબીએ 2 હજારની લાંચ લેતા રંગે હાથ ઝાલો ઝડપી પાડ્યો હતો.સબ રજિસ્ટ્રાર વર્ગ 3 દિલીપ તરૈયા વિરુદ્ધ દસ્તાવેજની નોંધણી માટે લાંચની રકમની માંગણી કરાઈ રહી હોવાની ઘણી ફરિયાદો ઉઠી હતી.

નાંદોદ સબ રજીસ્ટ્રારની કચેરી ખાતે દસ્તાવેજની નોંધણી માટે આવતા અરજદારો પાસે રૂ.500 થી રૂ. 2000ની લાંચની માંગણી કરતા લાંચની રકમ નહીં આપે તો અરજદારોને ધક્કા ખવડાવી સમયસર દસ્તાવેજ નોંધણી નહીં કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી.એ ફરિયાદની ખરાઈ કરવા નર્મદા એસીબી પી.આઈ બી.ડી.રાઠવા સહીતની ટિમો નાંદોદ સબ રજીસ્ટ્રારની કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.એ દરમિયાન સબ રજીસ્ટ્રાર વર્ગ-૩ દિલીપ લાભશંકર તેરૈયાએ પંચોની હાજરીમાં વાત ચિતમાં 4 દસ્તાવેજ કરી આપવાના અવેજ પેટે લાંચની 2000 રૂ.ની માંગણી કરી, સ્વીકારી રંગે હાથ પકડાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...