તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક યોજાઇ:છેવાડાના જરૂરિયાતમંદોનેે વિવિધ સરકારી યોજનાનો લાભ સરળતાથી મળી રહે તેવી સરકારની નેમ : મંત્રી

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીએ જિલ્લા પ્રસાશન સાથે વિભાગીય કામગીરી સંદર્ભે યોજેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ

ગુજરાતના સહકાર, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે આજે તેમના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ સહિત મંત્રીના ખાતાના વિવિધ વિભાગીય અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને જે તે વિભાગ દ્વારા અમલી પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ અંતર્ગત થયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી અને હજી પણ સઘન અમલીકરણ થકી આ કામગીરી વધુ ઝડપી અને લોકોભિમુખ બની રહે તે અંગે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

આ બેઠકમાં નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન તથા જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી અને ઇન્ચાર્જ પ્રાંત અધિકારી એન.યુ.પઠાણ, સહિત અધિકારીઓ,પદાધિકારીઓ હાજર રહ્યા હતા.બેઠકને સંબોધતા સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આ રાજ્ય સરકાર દ્વારા સમાજના છેવાડાના જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ તેમના વિસ્તારમાં જ સરળતાથી મળી રહે તેવી સરકારની નેમ રહેલી છે.

ત્યારે કોઇપણ જરૂરિયાતમંદ લાભાર્થી સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી ન જાય તેની પણ પૂરતી કાળજી અને તકેદારી દાખવવાની તેમણે ખાસ હિમાયત કરી હતી. જિલ્લા પ્રસાશન દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી જે તે વિભાગની થયેલી કામગીરી, ્રગતિ હેઠળની કામગીરી અને આયોજન અંગેની આંકડાકીય વિસ્તૃત જાણકારી મેળવી હતી જે તે વિભાગની કામગીરી પ્રજાજનો માટે વધુ ઉપયોગી અને ફાયદાકારક બની રહે તે જોવા પણ જરૂરી સૂચનાઓ સાથે અધિકારીઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...