મુલાકાત:કરજણ કેનાલના કામમાં ગોબાચારીના આક્ષેપ સાથે સાંસદની સ્થળ મુલાકાત

રાજપીપળા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાબા કાંઠાની નહેરના રીપેરીંગ ખર્ચ માટે 14 કરોડ મંજૂર કર્યા હતા

નાંદોદ તાલુકામાં જીતગઢથી ભાણદ્રા થઈને ગોરા સુધી કરજણ નદીનું પાણી પહોંચાડવા અને આ વિસ્તારને પિયત કરવા માટે કરજણ વિભાગ દ્વારા જૂની કેનાલને પહોળી કરવાનું કામ ચાલી રહ્યું છે. આ વિસ્તારના ખેડૂતોને છેલ્લા 20 વર્ષથી સિંચાઇનું પાણી મળતું ન હતું. માંડ ઝુડા સુધી પાણી પહોંચતું હતું. આ બાબતની સાંસદ મનસુખ વસાવા એ સરકારમાં રજૂઆત કરતા સરકાર દ્વારા ડાબા કાંઠાની નહેરના રીપેરીંગ ખર્ચ માટે 14 કરોડ મંજૂર કર્યા હતા. ત્યારે આ કેનાલનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

પરંતુ આ કેનાલનું કામ બરાબર નથી ચાલતું મિલાવટ થાય છે જે બાબતની ફરિયાદ સાંસદને મળતા સંસદે કેનાલની કામગીરીની મુલાકાત લીધી હતી. જેમની સાથે ગરુડેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ શ્રવણ તડવી, ભાજપ અગ્રણી પદ્મશરણ તડવી તથા તાલુકા પંચાયત સભ્ય તથા ખેડૂત અગ્રણી સાથે રહીને જીતગઢ ભીલવશી બસ સ્ટેન્ડથી બોરીયા સાઈડ સુધી ચાલતા કામનું નિરીક્ષણ કર્યું અને કામ કરનાર એજન્સીના કોન્ટ્રાક્ટરોને કેનાલનું કામ સારું કરવા સુચના આપી ધ્યાન દોરવામાં આવ્યું હતું.

આ બાબતે સાંસદે જણાવ્યું હતું કે કરજણ કેનાલ હોવા છતાં આ વિસ્તારમાં પાણી ન હોતું મળતું જેથી સરકારમાં રજૂઆતો કરીને આ કેનાલનું કામ કરાવ્યું છે. ત્યારે કામ બાબતની ફરિયાદો મળતા કેનાલના કામની મુલાકાત કરી હતી. આ વિઝીટ દરમ્યાન મને જાણવા મળ્યું છે કે એજન્સીના કોન્ટ્રાક્ટરો એમના પ્રમાણે જ કામ કરે છે અને તેના જવાબદાર અધિકારીઓ સાઈડ પર આવતા નથી, તેથી મેં કરજણ વહીવટી સંકુલના ઇજનેરોનો સંપર્ક કર્યો હતો,

પરંતુ કોઈપણ જવાબદાર અઘિકારીનો સંપર્ક નહીં થયો હતો, કાર્યપાલક ઇજનેર પટેલની બદલી થઈ જતા ઘણા સમયથી આ જગ્યા ખાલી છે. પહેલા કરજણ વહીવટી સંકુલ અધિક્ષક ઇજનેરની કચેરી રાજપીપળા ખાતે હતી. અને આ કચેરીને વડોદરા ખસેડવામાં આવતા આ વિસ્તારના ખેડૂતો રજૂઆત કરવા માટે વડોદરા ખાતે જઈ શકતા નથી, તેવી નાંદોદ તાલુકા તથા ગરડેશ્વર તાલુકાના વિસ્તારના ખેડૂતોએ આ બાબતની રજૂઆત મારી સમક્ષ કરતા તેઓએ તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...