તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:સાંસદે પુત્રી અને ભત્રીજાની ચૂંટણીની દાવેદારી પરત ખેંચી, પ્રેદેશ ભાજપ પાર્લામેન્ટરીના ધારાધોરણોનું પાલન

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગાવાદથી દુર રહેવા પાર્ટીને સમર્થન આપ્યું

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આ નિર્ણય બાદ સિનિયર સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશના આ નિર્ણયને આવકારી પોતાની પુત્રી અને ભત્રીજાની દાવેદારી પરત ખેંચી છે.નર્મદા જિલ્લાની આમલેથા જિલ્લા પંચાયત અને વડીયા તાલુકા પંચાયત ચૂંટણી માટે મનસુખ વસાવાની પુત્રી પ્રીતિબેન વસાવાએ અને ગરુડેશ્વર તાલુકા પંચાયતની નવા-વાઘપુરા બેઠક માટે એમના ભત્રીજા હસમુખભાઈ ગોવિંદભાઈ વસાવાએ દાવેદારી નોંધાવી હતી.

ગાંધીનગર ખાતે હાલ નર્મદા જિલ્લા સહીત અન્ય જિલ્લાઓની તાલુકા તથા જિલ્લા પંચાયતના ઉમેદવારોની પસંદગી માટે પાર્લામેન્ટ્રી બોર્ડની એક બેઠક મળી હતી.એ બેઠક પેહલા જ મનસુખ વસાવાએ પોતાની પુત્રી અને ભત્રીજાની દાવેદારી પરત ખેંચવાની જાહેરાત કરી છે.મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે પાર્ટીના નિર્ણયને હું ખૂબ જ આવકારું છું.મારા પરિવારના બંને સભ્યોની દાવેદારી પાછી ખેંચીએ છીએ અને પાર્ટીમાંથી અન્ય જે કોઈપણ ઉમેદવારનું નામ આવશે, તેને જીતાડવા માટે મહેનત કરીશું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો