તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક:સાંસદ મનસુખ વસાવાના જમાઈની આદિવાસી મોરચા પ્રમુખ પદે વરણી

રાજપીપળા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી સમાજના માટે લડતા સાંસદના જમાઈનું પ્રમોશન
  • ભાજપ મોરચાના હોદ્દેદારોની વરણી : સંગઠનમાં યુવાનોને વધુ તક

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે સ્થાનિક સ્વરાજ ચુંટણીમાં કરેલી મહેનતને ધ્યાનમાં રાખી મોરચાના હોદ્દેદારોની વરણી કરી છે.પ્રદેશ સાથે પરામર્શ કરી વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણીમાં સૌથી વધુ યુવાનોને તક આપી છે. આદિવાસી સમાજના હક્ક માટે સતત લડતા સાંસદ મનસુખ વસાવાના જમાઈ વિક્રાંત વસાવાને આદિવાસી મોરચા પ્રમુખ પદે નિયુક્તિ કરવામાં આવ્યા છે.

સાથે મહામંત્રી તરીકે ભાવેશ વસાવા અને જયપ્રકાશ તડવીને નિયુક્ત કર્યા છે. જ્યારે નર્મદા જિલ્લાની સ્થાનીક સ્વરાજની ચૂંટણી પેહલા કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નર્મદા જિલ્લા કોંગ્રેસના પૂર્વ કાર્યકારી્પ્રમુખ નિકુંજ પટેલને નર્મદા જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ બનાવ્યા છે. મહામંત્રી તરીકે કમલેશ પુરોહિત અને આશિષ પટેલની નિમણૂક કરાઈ છે. જિલ્લા ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ તરીકે આશિફભાઈ તાઈ, મહામંત્રી તરીકે સલીમ ચૌહાણ તથા એઝાઝભાઈ મકરાણીની નિમણૂક કરી છે.

અન્ય સમાચારો પણ છે...