તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:સાંસદ મનસુખ વસાવાએ ઈકો સેન્સેટિવ ઝોનનો મુદ્દો બજેટ સત્રમાં પણ ઉઠાવ્યો

રાજપીપળાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂતોની જમીનની કામગારીમાં સરકારી અધિકારીઓએ દખલગીરી ચાલુ કરી છે

નર્મદા જિલ્લાના ચાર તાલુકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવતા વિરોધ વવધ્યો, સાંસદ મનસુખ વસાવા સહિત કોંગ્રેસ-BTP એ વિરોધ કરતા આખરે સરકારે ખેડૂતોના કટિયામાં ઈકો સેન્સેટિવ ઝોનના નામની કાચી એન્ટ્રીઓ રદ કરતા વિવાદ થમશે એવું માનવામાં આવી રહ્યુ છે. હાલમાં BTP સરકાર પર એવો આક્ષેપ લગાવી રહી છે કે ચુંટણી આવે છે એટલે હાલ પૂરતી એન્ટ્રીઓ સ્થગિત કરી છે, ચૂંટણી પુરી થશે એટલે ફરી એન્ટ્રીઓ પાડવાની સરકાર ચાલુ કરશે.

આ તમામની વચ્ચે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ઈકો સેન્સેટિવ ઝોનનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. અને આ મુદ્દે રાજીનામુ પણ ધરી દીધું હતું ત્યારે ફરી કેન્દ્રના બજૅટ સત્રમાં ઇકો સેન્સેટિવ ઝોન કાયમી રદ કરવાની વાત મુક્ત વિરોધી પાર્ટીઓ પાસથી ચૂંટણીમાં મહત્વનો મુદ્દો આંચકી લીધો છે. લોકસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે 2 ફેબ્રુઆરી 21ના રોજ બજેટ સત્રમાં લોકસભાના નિયમ 377 હેઠળ લોકસભામાં નર્મદા જિલ્લાના કુલ 121 ગામોને ઇકો સેન્સેટીવ ઝોનમાંથી તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે એવી ભાજપ સાંસદ મનસુખ વસાવાએ માંગણી કરી છે.

મનસુખ વસાવાએ સંસદમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે ઈકો સેન્સેટિવ ઝોન વિસ્તારના 121 ગામોના ખેડૂતોની માલિકીની જમીનમા સરકારી અધિકારીઓએ દખલગીરી કરવાની ચાલુ કરી દીધી છે.જેથી આદિવાસીઓની આર્થિક ગતિવિધિઓ થંભી ગઈ છે સાથે સાથે એમની આજીવિકામાં નુકશાન થવાની સંભાવનાઓ છે.આદિવાસીઓની એવી ઈચ્છા છે કે આદિવાસીઓની જંગલ અને જમીન સાથે છેડછાડ કર્યા વગર દેશનો વિકાસ થાય.સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના આદીવાસી વિસ્તારમાં શાંતિ અને વિકાસ માટે 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોન માંથી તાત્કાલિક મુક્ત કરવું હવે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો