કામગીરીને લઈને જાહેરનામું:મોવી-ડેડિયાપાડા હાઇવે 30મી સુધી ભારે વાહનોની અવર-જવર માટે બંધ

રાજપીપળા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડામર રિસરફેસીંગની કામગીરીને લઈને જાહેરનામું

નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસ દ્વારા તાજેતરમાં મોવી દેડીયાપડા મુખ્ય માર્ગ નવો બનતો હોય ભારદારી અને મોટા વાહનો માટે ડાયવર્ઝન માટેનું જાહેરનામું બહાર પાડ્યું. આ જાહેરનામા પ્રમાણે તમામ વાહનો નેત્રંગ ફરીને જશે.

નર્મદા જિલ્લાના મોવી- દેડીયાપાડા સ્ટેટ હાઇવે પર તા.5 થી 30 જાન્યુઆરી 22 સુધી ભારે વાહનો (ટ્રક, મલ્ટી એક્સેલ તથા હેવી કોમર્શિયલ વાહનો)ની અવર જવર પર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ મુકી નેત્રંગ વાળા રૂટ પર ડાયવર્ઝન માટેનો હુકમ ફરમાવ્યો છે.

એસટી બસોને બસ સેવાને આ જાહેરનામાના અમલમાંથી મુક્તિ આપી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કર્યા છે.

ડેડિયાપાડા જતા ભારે વાહનોનો રૂટ
મોવીથી સીધા કરાઠા, કોચબાર, કાંટીપાડા, નેત્રંગ થઈ ચંદ્રવાણ, સણકોઈ, બેડાકંપની, સૈજપુર, થપાવી, મોસકુવા, જાંબાર, સીગલવાણ, કોઇલીવાવ, નીગટ, નિવાલ્દા થઈ દેડીયાપાડા તરફ જઈ શકશે. તેવીજ રીતે, દેડીયાપાડાથી મોવી તરફ જતા ભારે વાહનો માટેનો રૂટ દેડીયાપાડા, નિવાલ્દા, નીગટ, કોઇલીવાવ, સીગલવાણ, જાંબાર, મોસકુવા, થપાવી, સૈજપુર, બેડાકંપની, સણકોઈ, ચંદ્રવાણ થઈ નેત્રંગ થઈ કાંટીપાડા, કોચબાર, કરાઠા, મોવી થઈ રાજપીપળા તરફ જઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...